Sabarkantha : BZ કૌભાંડ મામલે CIDની તપાસનો ધમધમાટ, રાજકીય આકાઓના નામને લઈને ભૂપેન્દ્ર ઝાલાનું મૌન, જુઓ Video

| Edited By: | Updated on: Jan 01, 2025 | 3:06 PM

BZ કૌભાંડ મામલે CIDની તપાસનો ધમધમાટ શરુ છે. ત્યારે 6 હજાર કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર BZ ગ્રુપનો મુખ્ય કૌભાંડી આરોપી ભૂપેન્દ્ર ઝાલા અત્યારે રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ થવાની શક્યતાઓ છે.

BZ કૌભાંડ મામલે CIDની તપાસનો ધમધમાટ શરુ છે. ત્યારે 6 હજાર કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર BZ ગ્રુપનો મુખ્ય કૌભાંડી આરોપી ભૂપેન્દ્ર ઝાલા અત્યારે રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ થવાની શક્યતાઓ છે. રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં સહકાર આપતો ન હોવાનું સામે આવી રહ્યું છે. ભૂપેન્દ્ર ઝાલા રાજકીય આકાઓના નામ લઈને મૌન સેવી રહ્યો છે.

વિદેશ ફરાર થયાની વાત પોલીસને ગેરમાર્ગે દોરવા ફેલાવી !

કેટલાક અધિકારીઓએ જ ભૂપેન્દ્ર ઝાલા ને રાજકીય પાઠ શિખવ્યા હોવાના અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર ઝાલા અને પોલીસ અધિકારી 2022માં પત્રિકા કાંડમાં પણ વિવાદમાં આવ્યા હતા. નેપાળ અને વિદેશ ફરાર થવાની થિયરી પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા ફેલાવી હોવાનું સામે આવ્યું છે. રિમાન્ડ દરમિયાન અનેક સવાલોના જવાબ માટે ભૂપેન્દ્ર ઝાનો સહકાર ન આપતો હોવાનું સામે આવી રહ્યું છે.