Junagadh Rain : ગિરનાર પર્વત પર વરસ્યો ધોધમાર વરસાદ, Videoમાં જુઓ પગથીયા પરથી ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો

|

Jul 03, 2024 | 2:04 PM

ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પરથી ખૂબ જ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે.ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા સુંદર દ્રશ્યો સામે આવ્યા છે.

ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પરથી ખૂબ જ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે.ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. ગિરનાર પર્વત ક્ષેત્રમાં ધોધમાર વરસાદ બાદ ધસમસતો પાણીનો આ પ્રવાહનો અદભૂત નજારો જોવા મળ્યો છે. ગિરનારની સિડીઓ પરથી ખળખળ વહેતો પાણીનો પ્રવાહ રમણીય વાતાવરણ જોવા મળ્યું છે.

શહેરી વિસ્તાર તરફ આવી રહ્યાં છે વન્ય જીવ !

બીજી તરફ જૂનાગઢના ગીરનારના જંગલોમાં ભારે વરસાદના લીધે વન્ય જીવો શહેર આવતા હોવાનું સામે આવ્યુ છે. જૂનાગઢના દામોદર કૂંડ બાદ નરસિંહ મેહતા સરોવરમાં મગર જોવા મળ્યો છે. જો કે અચાનક મગર કૂંડ પાસે આવી જતા લોકોમાં ભય જોવા મળ્યો હતો.

દાહોદમાં વરસ્યો ધોધમાર વરસાદ

દાહોદના લીમડી પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. લીમડીમા ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. વરસાદના પગલે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. વિશ્વકર્મા 2 સોયાયટી, શિવ નગર સોસાયટી સહીતના વિસ્તારમાં પાણી ભરાયા છે. પ્રિમોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Next Video