Navsari : ઠગબાજોએ 100થી વધુ રોકાણકારોને લગાવ્યો કરોડોનો ચૂનો, 5 આરોપી સામે નોંધાઇ ફરિયાદ, જુઓ Video
કહેવત છે કે લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કહેવતને સાર્થક કરતી ઘટના નવસારીના ચીખલીમાં ઘટી છે. ચીખલીમાં એક બે લોકો નહીં પરંતુ 100 જેટલા લોકો સાથે કરોડો રુપિયાની છેતરપિંડી થઇ છે. સમગ્ર મામલે પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

ચીખલીમાં 100થી વધુ રોકાણકારોને ઠગબાજાએ 5 કરોડનો ચૂનો લગાવ્યો છે. આરોપીઓ 2021થી નિધિ લિમિટેડ કંપની બનાવીને રોકાણકારોને ઊંચા વળતરને લાલચ આપીને રૂપિયાનું રોકાણ કરાવતા હતા. પોલીસે એક જ પરિવારના ત્રણ સહિત કુલ પાંચ આરોપી સામે ફરિયાદ નોંધી છે. સાથે જ પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.