Gandhinagar : મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધનની ભવ્ય ઉજવણી, અનેક બહેનોએ CM ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી

| Edited By: | Updated on: Aug 19, 2024 | 12:57 PM

ગાંધીનગરમાં આવેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાને રક્ષાબંધનની જોરશોરથી ઉજવણી કરવામાં આવી. અનેક બહેનો મુખ્યમંત્રી નિવાસસ્થાને વહેલી સવારથી જ પહોંચી ગઇ હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી. તો મુખ્યમંત્રીએ પણ સૌ કોઇને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.

આજે પવિત્ર રક્ષાબંધનનો પર્વ છે, ત્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પણ રક્ષાબંધનની ભવ્ય રીતે ઉજવણી થઇ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અનેક બહેનોએ રક્ષા સૂત્ર બાંધ્યુ હતુ. આ તમામ બહેનોએ પોતાના ભાઇ CM ભૂપેન્દ્ર પટેલના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.

ગાંધીનગરમાં આવેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાને રક્ષાબંધનની જોરશોરથી ઉજવણી કરવામાં આવી. અનેક બહેનો મુખ્યમંત્રી નિવાસસ્થાને વહેલી સવારથી જ પહોંચી ગઇ હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી. તો મુખ્યમંત્રીએ પણ સૌ કોઇને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાજપની મહિલા નેતાઓએ પણ મુખ્યમંત્રીને રક્ષા સુત્ર બાંધ્યુ હતુ.

 

Published on: Aug 19, 2024 11:47 AM