Banaskantha : ભારે વરસાદ વચ્ચે ડેમમાંથી પાણી છોડવાનું હોવાથી લોકોને કરાયા સાવચેત, જુઓ Video

| Edited By: | Updated on: Jun 18, 2023 | 7:11 PM

વાવાઝોડા બિપરજોયની અસરથી વરસેલા ભારે વરસાદથી બનાસકાંઠા જિલ્લો બેહાલ થયો છે. તોફાની વરસાદે સમગ્ર બનાસકાંઠા વિસ્તારમાં કહેર મચાવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી ચારેબાજુ તબાહીના પૂરાવા સામે આવી રહ્યાં છે. રેલ નદીના પાણીએ વિનાશ વેર્યો છે. તારાજીને લઈ તંત્ર રાહત કામગીરીમાં જોડાયું છે. મહત્વનુ છે કે SDRFના 25 જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસરથી વરસેલા વરસાદે કહેર મચાવ્યો છે. તોફાની વરસાદમાં થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચારેબાજુ વિનાશના દ્રશ્યો જોઈ શકાય છે. સ્થિતિ વધુ વણસતા વહિવટી તંત્રએ તત્કાલ રાહત કામગીરી હાથ ધરી છે. રેલ નદીમાં વધતા જળસ્તર પર સતત નજર રખાઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી અસરગ્રસ્ત લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયુ છે. SDRFના 25 જવાનો પાવડાસણ અને ડુવા ગામની સીમમાં રાહત કામગીરીમાં જોડાયેલા છે. તંત્રનો દાવો છે કે જલ્દી જ સ્થિતિ પૂર્વત થઈ જશે.

આ પણ વાંચો : ધાનેરામાં વરસાદ બાદ નુક્શાનીના દ્રશ્યો, અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોચ્યા

પાવડાસણ અને ડુવા ગામમાં રેલ નદી નજીક આવેલાં ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં કાપણી કરેલી બાજરીનો તૈયાર પાક પાણીમાં તણાઈ ગયો છે. જેથી ખેડૂતોની અત્યાર સુધીની તમામ મહેનત પર પાણી ફરી ગયુ છે. રેલ નદીના પટમાં આવતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેથી ખેડૂતોની હાલત પડ્યા પર પાટું મારવા જેવી થઈ છે. પાણી ભરાતા ખેતરમાં રાખેલા પશુધનને ખેડૂતો માંડ બચાવી શક્યા છે.

બનાસકાંઠા અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો