Tapi: કેવો છે બ્રશવુડ ચેકડેમ? શું છે વિશેષતા અને ફાયદા, જુઓ Video

| Edited By: | Updated on: May 21, 2023 | 8:47 PM

તાપીમાં વહેતું પાણી અટકાવવામાં જંગલની વસ્તુઓ માથીજ બ્રશવુડ ડેમ બનાવાયા છે જે બંધમાં ઝરણામાં એકાદ ફૂટ જેટલું ખોદકામ કરી કોતરમાં થોડા-થોડા અંતરે લગાવવામાં આવે છે જે આ લાકડાના થાંભલા પાણીને અવરોધે તે પ્રમાણે ગોઠવવામાં આવે છે લાકડાના થાંભલાને દોરડાથી બાંધવામાં આવે છે.

“આમ કે આમ, ગુટલીઓ કે ભી દામ” તાપી જિલ્લાનું વનવિભાગની કામગીરી આ કહેવતને સાર્થક કરી રહી છે. વનવિભાગ તરફથી એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર જંગલોમાંથી જ મળતી વસ્તુઓનો ઉપયોગ કરી ચેકડેમ બનાવવામાં આવે છે. જેને કહેવામાં આવે છે બ્રશવુડ ડેમ. સૌથી પહેલા એ જાણો કે બ્રશવુડ ચેકડેમ શું હોય છે. આ પ્રકારના બંધમાં ઝરણામાં એકાદ ફૂટ જેટલું ખોદકામ કરવામાં આવે છે. જેમાં પાણીની સપાટીથી આશરે બેથી ત્રણ ફૂટ ઉપર રહે તેટલી ઊંચાઈના લાકડાના જ થાંભલા થોડા થોડા અંતરે લગાવવામાં આવે છે.

લાકડાઓની વચ્ચે ઝાડી-ઝાંખરાને ગોઠવવામાં આવે છે

પાણીને અવરોધે તે રીતે ખોદકામ કરેલી જગ્યામાં લાકડાના થાંભલા ગોઠવવામાં આવે છે. એક જ હારમાં લગાવેલ લાકડાની સાથે વાયર અથવા દોરડાથી બાંધવામાં આવે છે. આ લાકડાઓની વચ્ચે ઝાડી-ઝાંખરાને ગોઠવવામાં આવે છે. જેથી પાણીના પ્રવાહની ગતિ ઓછી કરી શકાય. સમય જતા વહેણમાં આવતો કચરો, પાંદડા અને નાના-નાના લાકડાના ટુકડાઓ બંધમાં ફસાઈને એક મજબૂત બંધ બની જાય છે. તો ડેમની મજબૂતાઈમાં વધારો થાય છે.

નાના ડેમ ઝીરોકોસ્ટ એટલે કે એકપણ રૂપિયાના ખર્ચ વગર તૈયાર કરવામાં આવતા હોય

તાપી જિલ્લામાં 91 હજાર હેકટર વિસ્તારમાં જંગલો આવેલ છે, આ જંગલોને હર્યાભર્યા અને સાચવી રાખવા માટે આ પ્રકારના બ્રશવુડ ડેમ તૈયાર કરવામાં આવે છે. આ નાના ડેમ ઝીરોકોસ્ટ એટલે કે એકપણ રૂપિયાના ખર્ચ વગર તૈયાર કરવામાં આવતા હોય છે. વરસાદની સિઝનમાં આ ડેમમાં પાણી એકત્ર થાય છે. આ જમા થયેલા પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકાય છે. સાથે જ પાણીનો સંગ્રહ થવાથી તે પેટાળમાં ઉતરે છે અને તેને કારણે પેટાળમાં પાણીના સ્તર ઉંચા આવે છે. જેનો સીધો લાભ ખેડૂતોને મળે છે.

આ પણ વાંચો : ગુજરાત રાજ્યના મંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મુકેશ પટેલે જુનાબેજ ગામની લીધી મુલાકાત, 50 વર્ષમાં પહેલીવાર કોઇ મંત્રીની આ ગામમાં થઈ એન્ટ્રી

આ બ્રશવુડ ડેમને કારણે પાણીનો સંગ્રહ થાય છે અને તેનો યોગ્ય થાય છે. તે ઉપરાંત આ ડેમ બનાવવા કુશળ કારીગરોને રોજગારી પણ મળી રહે છે. એટલે કે ડેમ બનાવવામાં ખર્ચ પણ નથી થતો અને સાથે જ રોજગારીની તકો પણ ઉભી થાય છે. આમ તો આ પદ્ધતિ જૂની છે, પરંતુ તાપી જિલ્લા વનવિભાગે આ પદ્ધતિનો ઉપયોગ કરીને વનને હર્યુંભર્યું રાખવાની ઝુંબેશ ઉપાડી લીધી છે. સાથે જ પાણીની સમસ્યાને હલ કરવા માટેની પણ આ એક નવીન પહેલ છે.

 તાપી જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો