Navsari : ગણદેવીના દેવસર નજીક ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત, જુઓ Video

| Edited By: | Updated on: Nov 09, 2024 | 12:32 PM

નવસારીના ગણદેવીના દેવસર નજીક આવેલા ગોડાઉનમાં આગ લાગી છે. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગતા 3 લોકોના મોત નિપજ્યા છે. તેમજ 4 લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે નવસારીના ગણદેવીના દેવસર નજીક આવેલા ગોડાઉનમાં આગ લાગી છે. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગતા 3 લોકોના મોત નિપજ્યા છે. તેમજ 4 લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. મળતી માહિતી અનુસાર કેમિકલના બેરલ ટ્રકમાંથી ખાલી કરતા સમયે આગ લાગી હતી.

નવસારીમાં ફાયરનો મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ગોડાઉનમાં કામ કરતાં લોકો ફસાયા હતા. જેના પગલે બીલીમોરા, ગણદેવી, નવસારી, ચીખલીથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવવાની ફરજ પડી છે. ગોડાઉનમાં કેમિકલ હોવાથી આગ હજી પણ વિકરાળ બને એવી સંભાવના છે.

વાપીની એક કંપની લાગી હતી ભીષણ આગ

બીજી તરફ આ અગાઉ વલસાડના વાપીની એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. નેશનલ હાઈવે નજીક આવેલી થેમિસ કંપનીમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. કંપનીમાં ભીષણ આગ લાગતા આસપાસ વિસ્તારોમાં દૂર દૂર સુધી ધુમાડો ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ ઓલવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

Published on: Nov 09, 2024 12:00 PM