Ahmedabad : દાણીલીમડામાં લાગેલી ભીષણ આગમાં એક બાળકનું મોત, 3 ગંભીર રીતે દાઝ્યા

| Edited By: | Updated on: Mar 07, 2024 | 8:55 AM

અમદાવાદના દાણીલીમડામાં વહેલી સવારે ખ્વાઝા ફલેટમાં અચાનક લાગી આગ હતી. પાર્કિંગમાં લાગેલી આગ છેક ઉપરના માળ સુધી પ્રસરી ગઇ હતી. આગ લાગતા જ બિલ્ડિંગમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, લોકો જીવ બચાવવા માટે દોડધામ કરી રહ્યા હતા.

અમદાવાદના દાણીલીમડામાં વિસ્તારમાં વહેલી સવારે રહેણાક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેમાં એક બાળકનું મોત થયુ છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ફાયર બ્રિગેડે 27 લોકોને સહી સલામત બચાવી લીધા હોવાની માહિતી સામે આવી છે.

અમદાવાદના દાણીલીમડામાં વહેલી સવારે ખ્વાઝા ફલેટમાં અચાનક લાગી આગ હતી. પાર્કિંગમાં લાગેલી આગ છેક ઉપરના માળ સુધી પ્રસરી ગઇ હતી. આગ લાગતા જ બિલ્ડિંગમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, લોકો જીવ બચાવવા માટે દોડધામ કરી રહ્યા હતા. ધુમાડો ઘરોમાં પહોંચી જતા ખાસ કરીને બાળકોને ગુંગડામણનો અનુભવ થયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી.

આ પણ વાંચો- બનાસકાંઠા: થરાદમાં સરકારી પાઠ્ય પુસ્તકો બારોબાર પસ્તીમાં પધરાવી દેવાનું ઝડપાયુ કૌભાંડ, DPEOએ આપ્યા તપાસના આદેશ- વીડિયો

આગની આ ઘટનામાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા છે. ફાયર બ્રિગેડે 27 લોકોને સહીસલામત રીતે બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને મણિનગરની LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો