જામનગરના સ્થાપના દિવસે મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, ધારાસભ્યે ખાંભીનું પૂજન કરી શુભકામના પાઠવી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 11, 2024 | 2:47 PM

જામનગરમાં આજે સ્થાપના દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટ્યાં હતા. જામનગરનો આજે 485માં વર્ષમાં પ્રવેશ થયો છે. જેના પગલે સ્થાનિકોએ વાજતે ગાજતે આજે સ્થાપના દિવસની ઉજવણી કરી છે

જામનગરમાં આજે સ્થાપના દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટ્યાં હતા. જામનગરનો આજે 485માં વર્ષમાં પ્રવેશ થયો છે. જેના પગલે સ્થાનિકોએ વાજતે ગાજતે આજે સ્થાપના દિવસની ઉજવણી કરી છે.  જો શહેરની સ્થાપના ક્યારે થઈ તેની વાત કરીએ તો ઈ.સ. 1540માં શ્રાવણ સુદ સાતમના દિવસે જામ રાજવી રાવળે સ્થાપના કરી હતી.  દરબારગઢ ખાતે ખાંભી રોપીને જામનગર શહેરની સ્થાપના કરવામાં આવી હતી.

 

કચ્છના જામ રાજવીઓએ ચાર સદી સુધી શાસન કર્યું હતુ. આજે શહેરના સ્થાપના દિવસની ઉજવણીમાં મેયર વિનોદ ખીમસુરિયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા સહિતના લોકોએ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. તેમજ તમામે ખાંભીનું પૂજન કર્યું હતુ. આ ઉપરાંત તમામ ઉપસ્થિત લોકોને ધારાસભ્યોએ શુભકામના પાઠવી છે.