ગુજરાતના પ્રથમ ‘આયલેન્ડ’ પોલીસ મથકનું લોકાર્પણ, હવે બેટ પર રહેશે ‘બાજ’ નજર

|

Mar 13, 2024 | 10:48 PM

આ ગુજરાતનું પહેલું એવું પોલીસ મથક છે જે કોઈ "આયલેન્ડ" પર નિર્માણ પામ્યું હોય. ધાર્મિક દૃષ્ટિએ જોઈએ તો દ્વારકા સાથે બેટ દ્વારકા ગાઢ રીતે જોડાયેલું છે. પરંતુ, બેટ દ્વારકાની સુરક્ષા માટે અત્યાર સુધી કોઈ પોલીસ મથક નહોતું. ત્યારે આ સુરક્ષાને ધ્યાને રાખીને આયલેન્ડ પર પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. તેથી સુરક્ષાની દૃષ્ટિએ પણ સંવેદનશીલ મનાય છે. ત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે રાજ્યમાં પ્રથમવાર જ વાર એક “આયલેન્ડ” પર પોલીસ સ્ટેશનનું નિર્માણ થયું છે. સમુદ્રની મધ્યે સ્થિત ગુજરાતના સૌથી મોટા ટાપુ બેટ દ્વારકામાં પોલીસ મથક સ્થાપવામાં આવ્યું છે.

આ ગુજરાતનું પહેલું એવું પોલીસ મથક છે જે કોઈ “આયલેન્ડ” પર નિર્માણ પામ્યું હોય. ધાર્મિક દૃષ્ટિએ જોઈએ તો દ્વારકા સાથે બેટ દ્વારકા ગાઢ રીતે જોડાયેલું છે. પરંતુ, બેટ દ્વારકાની સુરક્ષા માટે અત્યાર સુધી કોઈ પોલીસ મથક નહોતું. ત્યારે આ સુરક્ષાને ધ્યાને રાખીને આયલેન્ડ પર પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

રાજયના મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્ય મંત્રી દ્વારા અભૂતપૂર્વ નિર્ણય લઇ બેટ દ્વારકા ખાતે એક અલગથી ગુજરાત રાજયનું પ્રથમ એવું આઇલેન્ડ પોલીસ સ્ટેશન મંજુર કરવામાં આવ્યું છે. જેનું પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા અન્ય રાજકીય તથા સ્થાનિક આગેવાનોના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બેટ દ્વારકા એ ગુજરાતના દરિયાકાંઠાના અંતિમ જિલ્લા તરીકે ઓળખાય છે. અને તેનાથી અમુક નોટીકલ માઈલ દૂર જ કરાંચીનો દરિયો છે. સુરક્ષાની દૃષ્ટિએ આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ છે. અને એટલે જ સામાન્ય પોલીસ સ્ટેશનમાં જે પ્રકારની સુવિધાઓ અને સંસાધનો હોય તે તો આ પોલીસ સ્ટેશનને અપાયા જ છે. સાથે આધુનિક સુરક્ષા ઉપકરણોથી તેને સજ્જ કરાયું છે.

અહીં જમીન, પાણી અને કાદવમાં ફરી શકે તેવું ATV એટલે કે ઓલ ટ્રેઈન વ્હીકલ વસાવવામાં આવ્યું છે. જેનો પોલીસ દળ પેટ્રોલિંગ માટે ઉપયોગ કરશે. તો સાથે જ ડ્રોનથી. સમગ્ર વિસ્તારમાં પોલીસની બાજ નજર રહશે. અત્યાધુનિક હાઈ રેન્જના બાઈનોક્યુલર પણ પોલીસ મથકને આપવામાં આવ્યા છે. જે દરિયાની અંદરની ગતિવિધિ પર નજર રાખવામાં મદદરૂપ થશે.

 

Published On - 10:01 pm, Wed, 13 March 24

Next Video