Gujarati Video : વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, ન્યૂ અલકાપુરીમાં ગાયની અડફેટથી વૃદ્ધનું મોત

author
| Edited By: | Updated on: Jun 21, 2023 | 10:34 AM

વડોદરામાં રખડતા ઢોરના હુમલાનો સિલસિલો યથાવત છે. ઢોરની અડફેટથી વધુ એકનું મોત થયું. શહેરના લક્ષ્મીપુરા નારાયણ ગાર્ડન પાસે બાઈક પર જઈ રહેલા વૃદ્ધ પર રખડતી ગાયે હુમલો કર્યો હતો.

Vadodara : રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો ગયો છે. હાઇકોર્ટની ઝાટકણી બાદ પણ મહાનગરોમાં રખડતા ઢોરને લઈ તંત્ર ગંભીર હોય તેવું નથી લાગી રહ્યું અને દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં રખડતા ઢોરના હુમલાનો સિલસિલો યથાવત છે. ઢોરની અડફેટથી વધુ એકનું મોત થયું. શહેરના લક્ષ્મીપુરા નારાયણ ગાર્ડન પાસે બાઈક પર જઈ રહેલા વૃદ્ધ પર રખડતી ગાયે હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : Vadodara: SOGએ કરી મોટી કાર્યવાહી, સાવલીમાંથી રુપિયા 68 લાખની કિંમતનો પોષડોડાનો જથ્થો ઝડપાયો, જુઓ Video

જયાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. ઘટનાની વાત કરીએ તો વૃદ્ધ ન્યૂ અલકાપુરી પોલીસ ચોકી પાસેથી પાનની દુકાનથી ઘરે જતા હતા. તે સમયે ગાયે વૃદ્ધને અડફેટે લીધો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ થતા વૃદ્ધને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન વૃદ્ધ મોતને ભેટયા હતા. મૃતદેહને અંતિમવિધિ માટે વતન જામખંભાળિયા લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનામાં રખડતા પશુના હુમલાથી ત્રણ લોકોના મોત થયા છે.

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 21, 2023 10:24 AM