Gandhinagar: લોકસભા ચૂંટણીને લઇને કમલમમાં મળશે ભાજપની મહત્વપૂર્ણ બેઠક, CM ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર, જુઓ Video

| Edited By: | Updated on: Mar 26, 2024 | 12:07 PM

લોકસભા ચૂંટણીને લઇને વિવિધ પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠક કબ્જે કરવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે. ચૂંટણીને લઇને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર કમલમ ખાતે બેઠક પણ યોજાવાની છે.

આ પણ વાંચો-અરવલ્લીઃ CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVSના ‘અનાદિમુક્ત વિશ્વમ’ નો શિલાન્યાસ કરાયો

ગાંધીનગરમાં કમલમ ખાતે આજે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં હાજર રહેવાના છે. જિલ્લા પ્રમુખ પ્રભારી અને ધારાસભ્ય પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. બેઠકમાં ગુજરાતની તમામ બેઠક કબ્જે કરવાની રણનીતિ ઘડવામાં આવશે, તેમજ ઉમેદવારોના પ્રચાર પ્રસારના કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 26, 2024 10:37 AM