Gujarat Video: વિદેશમાં રહીને ભારતના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના વેપારીઓ સાથે છેતરપિંડી, દંપતી ભારત આવતા પોલીસે કરી એકની ધરપકડ

author
| Edited By: | Updated on: Feb 25, 2023 | 3:39 PM

Rajkot News : ઇસ્ટ આફ્રિકામાં રહેતા પતિ-પત્નીની જોડીએ રાજકોટના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટના એક વેપારી સાથે કરોડો રુપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. વર્ષ 2018માં ઈસ્ટ આફ્રિકામાં રહેતા દંપતીએ ખાદ્ય સામગ્રી મગાવી બાદમાં તેના રુપિયા વેપારીને આપ્યા ન હતા. એટલુ જ નહીં રુપિયા માગતા વેપારીને દંપતીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે છેતરપિંડી આચરનાર દંપતીમાંથી એકની પોલીસે ધરપકડ કરી છે. છેતરપિંડી આચરનાર દંપતિ ભારત આવતાં જ પોલીસે પતિની ધરપકડ કરી છે. જ્યારે પત્ની હાલ ફરાર છે.

આ પણ વાંચો-Gujarati Video : રાજકોટમાં અઢી વર્ષના બાળકને ત્રણથી ચાર શ્વાને ભર્યા બચકા, લોહીલુહાણ હાલતમાં લઇ જવાયો હોસ્પિટલ

ઈસ્ટ આફ્રિકામાં રહેતા પતિ-પત્નીની જોડીએ રાજકોટના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ઈસ્ટ આફ્રિકામાં રહેતા જતીન અઢીયા અને ફોરમ અઢીયાએ વર્ષ 2018માં વેપારી પાસેથી ખાંડ અને ચોખા મંગાવ્યા હતા. પરંતુ પેમેન્ટ આપવાનો ઈન્કાર કરી 3.59 કરોડની છેતરપિંડી આચરી.

રાજકોટના વેપારીએ ઇસ્ટ આફ્રિકા જઇને પૈસાની ઉઘરાણી કરતા દંપતિએ વેપારીને મારી નાંખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ થયો છે. જો વેપારી પૈસા માંગશે તો તેને છેડતીના કેસમાં ફીટ કરાવી દેવાની પણ ધમકી આપી. છેતરપિંડી આચરનાર દંપતિ ભારત આવતાં જ પોલીસે ઠગાઇ કરનાર આરોપી પતિ જતીન અઢીયાની ધરપકડ કરી છે. જ્યારે કે પત્ની ફોરમ અઢીયા ફરાર છે. બંનેએ આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય લોકોને પણ કરોડોનો ચૂનો ચોપડ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે.