Loading video

અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રક્ષા સૂત્ર બાંધ્યું, જુઓ Video

author
| Edited By: | Updated on: Aug 19, 2024 | 8:40 PM

ખોખરા પોલીસ સ્ટેશનમાં ભાઈબેનના હેતનો પર્વ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. પરિવાર થી દુર રહ્યીને સતત નિષ્ઠાથી પોલીસ વિભાગમા ફરજ બજાવતા પોલીસ જવાનોને રાખડી બાંધી ઉજવણી કરી હતી. શાળાની વિદ્યાર્થીનીઓએ રક્ષા સૂત્ર બાંધી ઉજવણી કરી હતી.

ખોખરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેકટર NK રબારીના માર્ગદર્શન હેઠળ PSI PG ભુવા તેમજ અન્ય પોલીસ અધિકારી ઓ અને પોલીસ જવાનોને વિદ્યાર્થીનીઓએ રક્ષા સૂત્ર બાંધ્યા હતા.

ખોખરાની 3 જેટલી શાળામાં અંગેજી શાળાની વિદ્યાર્થીનીઓ એ પોલીસ જવાનોને કુમકુમ તિલક કરી આરતી ઉતારી તેઓને રાખડીઓ બાંધી હતી. જ્યારે પોલીસ જવાનોએ પણ આ વિદ્યાર્થીનીઓને સુરક્ષા સાથે સતત સલામતીનું વચન આપ્યું હતું.

Ahmedabad Khokhara police station Raksha bandhan celebration Video

ખોખરા પોલીસ સ્ટેશનમાં ભાઈબેનના હેતનો પર્વ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. પરિવારો થી દુર રહ્યીને સતત નિષ્ઠાથી પોલીસ વિભાગમા ફરજ બજાવતા પોલીસ જવાનો ઓને તહેવાર પણ ઉજવવા નથી મળતો ત્યારે આ વિદ્યાર્થીનીઓએ આ કમી પૂરી કરી હતી.

વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને હાથે રક્ષા સૂત્ર બાંધ્યા ત્યારે પોતાની વ્હાલસોયી બહેનની ખોટ પૂરી કરી હતી.

Published on: Aug 19, 2024 08:36 PM