Ahmedabad : બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં ક્રાઇમ બ્રાંચે તપાસ તેજ કરી, Amos કંપની પહોંચી ક્રાઇમ બ્રાન્ચની ટીમ

|

Jul 26, 2022 | 7:42 PM

ગુજરાતના(Gujarat)  બોટાદ જિલ્લાના બરવાળામાં ઝેરી દારૂકાંડમાં Amos કંપનીમાં ક્રાઇમ બ્રાંચની ટીમ પહોંચી છે. તેમજ મિથેનોલ કેમિકલ સ્ટોકની ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગણતરી કરશે. આ સમગ્ર કેસમાં Amos કંપનીના સુપરવાઈઝર મિથેનોલ કેમિકલ વેચ્યુ હતુ

ગુજરાતના(Gujarat)  બોટાદ જિલ્લાના બરવાળામાં ઝેરી દારૂકાંડે (Hooch Tragedy) અનેક લોકોનો ભોગ લીધા બાદ સરકાર હરકતમાં આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં બરવાળામાં કેમિકલ સપ્લાય કરનારી કંપની પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની(Crime Branch)  ટીમે તપાસ હાથ ધરી છે. જેમાં Amos કંપનીમાં ક્રાઇમ બ્રાંચની ટીમ પહોંચી છે. તેમજ મિથેનોલ કેમિકલ સ્ટોકની ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગણતરી કરશે. આ સમગ્ર કેસમાં Amos કંપનીના સુપરવાઈઝર મિથેનોલ કેમિકલ વેચ્યુ હતુ.જેમાં ક્રાઇમ બ્રાન્ચને ફેક્ટરીમાંથી  5000 લીટર મિથેનોલ આલ્કોહૉલનો જથ્થો મળ્યો હતો.

આ કેસમાં બોટાદ લઠ્ઠાકાંડમાં કેમિકલ મિથેનોલ મોકલનાર આરોપી ફરાર થઈ જવાનો હતો, જો કે ફરાર થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે તેને દબોચી લીધો હતો. જયેશે જ 41,500 રૂપિયામાં 600 લીટર મિથેનોલ તેના કુટુંબી ફોઇનો  દીકરા સંજયને વેચ્યુ હતુ. જયેશ છેલ્લા 4 મહિનાથી થોડુ થોડુ કેમિકલ ભેગુ કરી રહ્યો હતો. આરોપી જયેશ Amos કંપનીમાં છેલ્લા 5 વર્ષથી લેબર કોન્ટ્રાક્ટર વિથ સુપરવાઈઝર હતો.

બોટાદ ઝેરી દારૂકાંડમાં મુખ્ય આરોપી બરવાળાના સંજયએ ક્રાઈમ બ્રાંચમાં કબુલાત કરી છે કે તે છેલ્લા એક વર્ષથી  જયેશ પાસેથી કેમિકલ મગાવતો હતો. જયેશ જાણતો હતો કે મિથેનોલ પીવાથી માણસ મરી શકે છે. જયેશે 41 હજાર 500 રૂપિયામાં 600 લીટર મિથેનોલ વેચ્યુ હતુ. જયેશે નવુ મકાન  લીધુ હતુ અને પૈસાની જરૂર હોવાથી મિથેનોલ વેચ્યુ હતુ.

જેમાં પોલીસ દ્વારા રાજ્યના અનેક મહાનગરો અને શહેરોમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર તવાઇ બોલાવવામાં આવી છે. જેમાં બરવાળાની ઘટના બાદ પણ બુટલેગરોને જાણે કે પોલીસ અને તંત્રનો કોઇ ખૌફ ન હોય તેમ અનેક શહેરોમાં બેરોકટોક દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી જોવા મળી..અમદાવાદ હોય કે સુરત. વડોદરા હોય કે પછી હોય રાજકોટ તમામ શહેરોમાં પોલીસની વિવિધ ટીમ ત્રાટકી અને દારૂની હાટડીઓ પર તપાસ હાથ ધરી છે. જેમાં સુરત અને રાજકોટમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે કાર્યવાહી કરી. તો વડોદરા અને તાપીમાં ઠેર-ઠેર ચાલતા દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી બુટલેગરો સામે કેસ નોંધ્યા છે. અમદાવાદમાં પણ કાગડાપીઠ સહિતના વિસ્તારોમાં પોલીસની ટીમે મોટા પાયે તપાસ હાથ ધરી છે.

Published On - 7:12 pm, Tue, 26 July 22

Next Video