Gandhinagar: વડોદરાના હરણી બોટ દૂર્ઘટનાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપાયો, જુઓ Video
સરકારે 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા કલેક્ટરને આદેશ આપ્યો હતો.જો કે વડોદરા કલેક્ટરે ઘટનાના 19 દિવસે ઝીણવટથી તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો.હવે વડોદરા જિલ્લા કલેકટરે તૈયાર કરેલા રિપોર્ટ બાદ બોટકાંડ પાછળના અસલી ચહેરાનો પર્દાફાશ થઇ શકે છે.
આખરે ઘણા દિવસના અંતે વડોદરાના હરણી બોટ દૂર્ઘટનાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો છે. વિસ્તૃત રિપોર્ટ સરકારને સોંપાયાની માહિતી અપાઈ છે. વડોદરા કલેક્ટરને તપાસ રિપોર્ટ સોંપવા મુખ્યપ્રધાન દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા.હવે ટૂંક સમયમાં સરકાર રિપોર્ટ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.
સરકારે 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા કલેક્ટરને આદેશ આપ્યો હતો.જો કે વડોદરા કલેક્ટરે ઘટનાના 19 દિવસે ઝીણવટથી તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો.હવે વડોદરા જિલ્લા કલેકટરે તૈયાર કરેલા રિપોર્ટ બાદ બોટકાંડ પાછળના અસલી ચહેરાનો પર્દાફાશ થઇ શકે છે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકના મોત થયા હતા. જેમાં વધુ બે આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે.આરોપી દીપેન શાહ અને ધર્મીલ શાહની ધરપકડ કરવામાં આવી છે. જેઓ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર હતા.
આ પણ વાંચો-બનાસકાંઠાઃ સરહદી વિસ્તારના ત્રણ તાલુકાઓમાં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે, જાણો કેમ
મહત્વનું છે કે, હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકા સહિત 14 લોકોના ડૂબવાથી મોત થયા હતા. જે બાદ બોટ સંચાલકો સહિત જવાબદાર લોકો સામે કાર્યવાહી કરાઈ હતી, ત્યારે હવે વાલી એસોસિએશનએ સ્કૂલની માન્યતા રદ કરી અને સ્કૂલ માલિક સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.