Rajkot Video : લો બોલો ! પોલીસે રૈયાધારમાં આવેલી દેશી દારુની ભઠ્ઠીમાં પાડ્યા દરોડા, ફરિયાદમાં ભૂલથી કરી નાખ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઉલ્લેખ

|

Sep 17, 2024 | 12:09 PM

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે રાજકોટમાંથી ફરી એક વાર દેશી દારુની ભઠ્ઠી પર દરોડાનો મામલો સામે આવ્યો છે. પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલ હોવાની પણ સામે આવી છે.

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે રાજકોટમાંથી ફરી એક વાર દેશી દારુની ભઠ્ઠી પર દરોડાનો મામલો સામે આવ્યો છે. જો કે પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલ હોવાની પણ સામે આવી છે.

રૈયાધારમાં થયેલા દરોડાનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર્શાવ્યુ હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે PCBએ યુનિવર્સિટી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી હતી. જેમાં તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

DCP ઝોન-2 જગદિશ બાંગરવાએ આપ્યુ નિવેદન

બીજી તરફ રાજકોટમાં દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડાનો મુદ્દો DCP ઝોન-2 જગદિશ બાંગરવાનું નિવેદન સામે આવ્યુ છે. ઓનલાઇન FIRમાં ભુલ થઇ હોવાનુ DCPએ પણ સ્વીકાર્યુ છે.  તેમણે નિવેદન આપતા જણાવ્યુ છે કે PSOની શરતચૂકને કારણે સ્થળમાં ભૂલ થઇ છે. PSO સામે તપાસ સોંપવામાં આવી છે. ACP પશ્વિમને તપાસ સોંપવામાં આવી હોવાની માહિતી આપી છે. તપાસ પૂર્ણ થતા જ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.  ફરિયાદમાં જ ભૂલ છે જેથી કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે.

બેટ દ્વારકામાંથી મળ્યુ ચરસ !

બીજી તરફ દ્વારકામાં કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળ્યા હતા. બેટ દ્વારકાના પૂર્વ કાંઠા તરફ દરિયા કિનારેથી બિનવારસી અફઘાની ચરસના બે પેકેટ મળ્યા હતા. મળતી માહિતી અનુસાર બેટ દ્વારકામાંથી 93 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Video