Narmada: નર્મદા ડેમ ઉપર 160 મીટરની ઊંચાઇએ તેમજ SOU ખાતે લહેરાયો રાષ્ટ્રધ્વજ, જુઓ અદ્ભુત આકાશી દ્રશ્યો

|

Aug 15, 2022 | 7:03 PM

નર્મદા ડેમ ઉપર 160 મીટરની ઉંચાઈ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે (SOU) પણ ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે સ્વંત્રતા પર્વના દિવસે નર્મદા ડેમ ઉપર પ્રથમવાર રાષ્ટ્ર ધ્વજ  (National Flag) ફરકાવાવમાં આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસથી જ્યારે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે નર્મદા ડેમ (Narmada Dam) ઉપર પણ આ વર્ષે પ્રથમ વાર સૌથી ઉંચા સ્થળે દેશની શાન સમો ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. નર્મદા ડેમ ઉપર 160 મીટરની ઉંચાઈ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે (SOU) પણ  ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા

હાલ નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવેલા છે. છેલ્લા કેટલાય દિવસથી ઉપરવાસ અને ગુજરાતમાં થઈ રહેલા સતત વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના  23 દરવાજા ખોલી 1.50 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાવર હાઉસમાંથી 50 હજાર મળી કુલ 2 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા નર્મદા કાંઠાના ભરૂચ, વડોદરા, અને નર્મદા જિલ્લાના 26 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની (Narmada Dam) જળસપાટી વધી છે અને આ સાથે જ કુલ 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમની જળસપાટી 135.24 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી સારા વરસાદથી ડેમમાં પાણીની આવક થઇ રહી છે. જેના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે. જેથી જળસ્તર જાળવી રાખવા 1.95 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ડેમનું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે. જેના કારણે નર્મદા ડેમનો નજારો અદભુત જોવા મળી રહ્યો છે.

Next Video