Vadodara Video : નારાયણ સ્કૂલની છત ધરાશાયી, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર હેઠળ ખસેડાયા

|

Aug 07, 2024 | 11:26 AM

વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલી નારાયણ સ્કૂલની છત ધરાશાયી થઈ છે. છતા ધરાશાયી થતા એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ત્રણ ટાંકા લેવામાં આવ્યો છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલી નારાયણ સ્કૂલની છત ધરાશાયી થઈ છે. છતા ધરાશાયી થતા એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક વિદ્યાર્થીને ત્રણ ટાંકા લેવામાં આવ્યો છે. વડોદરાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. હજુ પણ એક દિવાલ જર્જરિત હોવાનો ફાયર વિભાગે દાવો કર્યો છે. શાળામાં અવાર નવાર પોપડા પાળતા હોવાનો વાલીઓએ આરોપ કર્યો છે.

બીજી તરફ શાળા સંચાલકનું કહેવુ છે કે અવાર નવાર બાંધકામનો સ્ટેબિલીટી રીપોર્ટ કરાવવામાં આવે છે. આ શાળાનું બાંધકામ 2001ના વર્ષમાં કરવામાં આવ્યુ છે.જેના પ્રકારે આ બાંધકામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી કરવામાં આવી નથી. શાળાની દિવાલો જર્જરીત હોવા છતા સંચાલકો જણાવી રહ્યાં છે કે શાળામાં બાળકોને કોઈ પ્રકારનું જોખમ નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર શાળામાં અવારનવાર પોપળા પડતા હોવાના કારણે રંગરોગાના કરવામાં આવે છે.

( વીથ ઈનપુટ – અંજલી ઓઝા, વડોદરા ) 

Published On - 3:57 pm, Fri, 19 July 24

Next Video