તાપીમાં જાફરાબાદી પાડો બન્યો આકર્ષણનું કેન્દ્ર, 1500 કિલો વજન, 11 ફૂટ લંબાઈ!

| Edited By: | Updated on: Nov 14, 2023 | 11:24 PM

જાફરાબાદી પાડો તાપીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉત્તમ ઓલાદ પશુપાલકો માટે આશીર્વાદ સમાન બની છે. જાફરાબાદી ઓલાદ વધુ દૂધ માટે જાણીતી છે. 1500 કિલો વજન છે. 11 ફૂટ લંબાઈ છે આ પાડાની. પશુપાલકો પશુને લઈને બીજદાન માટે આવે છે. પશુપાલકોનું માનવું છે કે રાજા નામના આ પાડા સાથે તેમના પશુનું બીજદાન મેળવવાથી સારી ઓલાદના પશુઓ મળી રહ્યાં છે.

દરેક પશુપાલકનું સ્વપ્ન હોય છે કે તેમની પાસે ઉચ્ચ ગુણવત્તાના દુધાળા પશુઓ હોય. કે જે પશુ સારું એવું દૂધ આપે અને પ્રતિકૂળ વાતાવરણમાં પણ ટકી શકે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગામના પશુપલાકે પાળેલો 1500 કિલો વજન ધરાવતો પાડો સૌ કોઈ પશુપાલકો અને ખેડૂતો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

1500 કિલો વજન, 11 ફૂટ લંબાઈ અને પોણા છ ફૂટ ઉંચાઈ ધરાવતો આ જાફરાબાદી પાડાનો ઉછેર પશુપાલક જયપ્રકાશ પટેલે કર્યો છે. જાફરાબાદી ઓલાદની ભેંસની હંમેશા બોલબાલા રહી છે. અમરેલીના જાફરાબાદ ગામના નામ પરથી જ આ ઓલાદનું નામ જાફરાબાદી પડ્યું છે. કાળો રંગ, ઉપસેલા કપાળવાળું માંથુ, લાંબા શિંગડા વગેરે જાફરાબાદી ઓલાદની ખાસિયત છે. વધુ દૂધ માટે પણ આ ઓલાદ જાણીતી છે.

આ પણ વાંચો : વ્યારા ખાતે શ્રદ્ધા રેસીડેન્સીમાં ધાર્મિક વિવાદ આવ્યો સામે, રહેણાંક વિસ્તારમાં ચર્ચ ઊભું કરતાં વિરોધ

પ્રકાશભાઈને ત્યાં બીજદાન માટે સમગ્ર પંથકમાંથી પશુઓને લઈને પશુપાલકો આવે. પશુપાલકોનું માનવું છે કે રાજા નામના આ પાડા સાથે તેમના પશુનું બીજદાન મેળવવાથી સારી ઓલાદના પશુઓ મળી રહ્યાં છે. હાલ કુદરતી રીતે જ પાડાથી બીજદાન કરવામાં આવે છે. જો ચોક્ક્સ ગાઈડલાઈનનો અમલ કરી વૈજ્ઞાનિક રીતે બીજદાન કરવામાં આવે તો જાફરાબાદી ઓલાદનો વધુ વ્યાપ થશે અને પશુપાલકોનો પણ લાભ થશે.

તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો