વડોદરામાં આયોજિત વેશભૂષા ગરબામાં યુવક વ્હીસ્કીની બોટલ બની ગરબે ઘુમ્યો- Video

| Edited By: | Updated on: Oct 17, 2024 | 7:36 PM

વડોદરામાં શરદ પૂનમના ગરબા નિમીત્તે વેશભૂષા ગરબાનું આયોજન કરાયુ હતુ. જેમા એક યુવક વ્હીસ્કીની બોટલ બનીને ગરબે ઘુમતો જોવા મળ્યો. હદ તો ત્યારે થઈ કે તેને કોઈએ રોક્યો સુદ્ધા નહીં અને લોકો મજા લેતા જોવા મળ્યા હતા.

શરદ પૂનમના ઉત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં અલગ અલગ રીતે થાય છે, ત્યારે વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલા જૂની કાછિયા પોળ ખાતે આવેલ કોઠી ફળિયા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ વેશભૂષા સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક યુવાન વ્હિસ્કીની બોટલ બનીને ગરબે ઘુમ્યો. જેને લઇને કેટલાક હિન્દુઓની આસ્થાને પહોંચી છે ઠેસ..

કોઠી પોળના ગરબા 50 વર્ષથી થાય છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ થીમ પર લોકો ગરબે ઘૂમ્યા હતા. જેમાં ભજન મંડળી, ડાકોર પગપાળા સંઘ જતો હોય, ભગવાન રામ-સીતા, શંકર ભગવાન, રાધા-કૃષ્ણ બીજા અલગ અલગ રૂપના વેશ ધારણ કર્યા. પરંતુ હદ તો ત્યારે થઇ જ્યારે એક યુવક વ્હિસ્કીની બોટલ બનીને ગરબે રમ્યો હતો. અહીં સૌ કોઈ શેરીના રહીશો ગરબામાં જોડાયા હતા પરંતુ કોઇએ તેને રોક્યો નહીં. જેને લઇને સવાલ થાય કે ડ્રાય સ્ટેટમાં આ રીતે દારૂની જાહેરાત કરવી કેટલી યોગ્ય?

યુવાન વ્હિસ્કીની બોટલ બનીને ગરબે ઘુમી રહ્યો છે, લોકો તાલીઓ પાડી રહ્યાં છે. આ શું દર્શાવે છે , કઇ તરફ જઇ રહ્યો છે સમાજ. ગરબાના નામે આવા ધતિંગ કરવામાં આવે છે તો પણ કોઇ રોકનારું નથી. ધર્મના નામે દારૂની જાહેરાત કરવી કેટલી યોગ્ય? શું પોલીસ કોઈ કાર્યવાહી કરશે તેના પર હવે લોકોની નજર છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો