જામનગરના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની તોફાની બેટીંગ, લાલપુર તાલુકામાં એક કલાકમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો

|

Jun 26, 2022 | 10:26 PM

હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

જામનગર શહેરના (Jamnagar Latest News) જામજોધપુર બાદ લાલપુર તાલુકામાં પણ મેઘો મહેરબાન થયો છે. મેઘાની તોફાની બેટીંગને કારણે લાલપુર તાલુકા પંથકમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ઉલ્લેખનીય છે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ રહેશે.

જ્યારે સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે.

મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ગઈકાલે અમરેલી, રાજકોટ અને જૂનાગઢ પર મેઘરાજા મહેરબાન રહ્યા. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો. તો માળિયાહાટીમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા. આ ઉપરાંત માણાવદરમાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો. તો રાજકોટના ઉપલેટામાં દોઢ ઈંચ અને ધોરાજીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો. તો આ તરફ અમરેલીના લાઠીમાં એક ઈંચ અને બગસરામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના માછીમારોને એલર્ટ રહેવા માટે પણ સૂચના અપાઈ છે. સામાન્ય રીતે જૂન મહિનામાં 3 ઈંચ જેટલો વરસાદ હોવો જોઈએ. પરંતુ, આ વર્ષે જૂનમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ગઈકાલે પણ અમરેલી, રાજકોટ અને જૂનાગઢ પર મેઘરાજા મહેરબાન રહ્યા હતા.

Published On - 10:18 pm, Sun, 26 June 22

Next Video