Gujarati Video: રાજભવનમાં પીએમ મોદી સાથે રાજ્ય સરકાર અને સંગઠનની થઈ બેઠક, રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટની કરાઈ સમીક્ષા

author
| Edited By: | Updated on: Mar 09, 2023 | 7:23 PM

Gandhinagar: રાજભવનમાં પીએમ મોદી અને રાજ્ય સરકાર સાથે સંગઠનની બેઠક મળી હતી. અંદાજે 1.30 કલાક જેટલી આ બેઠક ચાલી હતી. જેમા રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટને લઈને સમીક્ષા કરાઈ હતી.

ગાંધીનગરમાં રાજભવનમાં પીએમ મોદી સાથે રાજ્ય સરકાર અને સંગઠનની બેઠક મળી હતી. જેમા રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યસચિવ રાજકુમાર સહિતના સિનિયર અધિકારીઓ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજ્યના કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, સાબરમતી રીડેવલપમેન્ટ સહિતના વિષયો પર ચર્ચા કરાઇ હતી. સરકાર અને સંગઠનની બેઠક બાદ પીએમની હાજરીમાં અન્ય મહત્વની બેઠકો પણ થઈ હતી.

ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠકોનો દૌર ચાલ્યો હતો. આ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર હતા. જેને લઈને બોર્ડ નિગમમાં નવી નિયુક્તિ, રાજ્યના પ્રધાન મંડળના વિસ્તરણ જેવા વિષયો પર પીએમ મોદી દ્વારા ચર્ચા થઈ હોવાની શક્યતા છે.  ત્યારબાદ બપોરે 3 વાગ્યે પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા હતા.

આ પણ વાંચો: Gandhinagar : PM મોદીની હાજરીમાં રાજભવનમાં બેઠકોનો ધમધમાટ, વિકાસ કાર્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે વર્તમાન રાજકીય સ્થિતિની સમીક્ષા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમએ નિહાળી ટેસ્ટ મેચ

આ અગાઉ વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બાનીસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએમના આગમનને લઈને સમગ્ર સ્ટેડિયમ દર્શકોથી ખચોખચ ભરાઈ ગયુ હતુ. 70 હજારથી વધુ દર્શકો સ્ટેડિયમમાં હાજર હતા. પીએમ મોદીએ બંને દેશના ક્રિકેટરોને પણ મળ્યા હતા.