અમદાવાદ (Ahmedabad)માં સતત વધતા પ્રદુષણ વચ્ચે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ની ટકોર બાદ પણ તંત્ર જાણેકે નિંદ્રાધીન હોય તેવુ લાગી રહ્યું છે. રામોલ-હાથીજણ વોર્ડમાંથી પસાર થતી ખારીકટ કેનાલ (Kharikat Canal) ખુબ જ ખરાબ હાલતમાં છે. જેને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોઇ નવી જાહેરાત કરવી, તેની કામગીરી પણ શરુ કરી દેવી અને પછી નિષ્ક્રીય થઇ જવુ આ પધ્ધતિ શિખવી હોય તો કોઇ મેગાસિટી અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી શીખવી જોઇએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટાભાગની યોજનાઓના અમલીકરણમાં આજ પધ્ધતી અપનાવે છે. જેનુ તાજુ ઉદાહરણ ખારીકટ કેનાલની સફાઇ મામલે સામે આવ્યુ છે. વર્ષ 2018માં મે મહીનામાં ખારીકટ કેનાલની સફાઇની કામગીરી હાથ ધરાઇ હતી. જે પછી આ કામગીરીનું શું થયુ તે કોઇ જાણતુ નથી. જોકે મોટાપાયે શરૂ કરાયેલી ખારીકટ કેનાલની સફાઇ હાલમાં બંધ હોવાથી ફરીથી સમગ્ર કેનાલ કચરા પેટી બની ગઇ છે.
ખારીકટ કેનાલાની આસપાસમાં આવેલી ઘણી કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદૂષિત પાણી છોડાતું હોય છે જે પાણી સીધું કેનાલમાં આવતું હોવાથી ચેનલની આસપાસના વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ આવે છે અને ઉભા રહેવાની સ્થિતિ પણ હોતી નથી. એક તરફ કોરોનાનો રોગચાળો ફેલાયલો જ છે. ત્યારે ખારીકટ કેનાલની આસપાસ રહેતા રહીશોને અહીં અન્ય રોગચાળો પણ ફેલાવવાની ભીતિ સતાવી રહી છે.
મહત્વનું છે વર્ષ 2018માં જળસંયય યોજનાના નામે રાજ્ય સરકારે ગત વર્ષે મે મહીનામાં રાજ્યભરમાં સામુહિક મહાઅભિયાન શરૂ કર્યુ હતુ. જે અંતર્ગત વિવિધ જળસ્ત્રોતને ઉંડા કરવા અને તેને સફાઇ કામગીરી હાથ ધરાઇ હતી. આજ કામગીરી અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી 17 કીલોમીટર લાંબ ખારીકટ કેનાલ માટે પણ કરાઇ હતી. તત્કાલીન મેયર અને કમિશ્નર સહીતના લોકોએ સતત બે મહીના સુધી કેનાલની સફાઇની બહોળી પ્રસિધ્ધી કરી હતી. જો કે આજે ખારીકટ કેનાલની સ્થિતિ જોઇને અંદાજો લગાવી શકાય કે અમદાવાદ કોર્પોરેશનની જાહેરાતો કેવી હોય છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-