Sabarkantha: ST બસ અને વંદે ભારત બાદ હવે રોડ-રસ્તાના કલર બદલાશે! કેસરી રંગનો મોર્ડન માર્ગ, જુઓ Video

| Updated on: Oct 21, 2023 | 8:59 PM

એસટી બસ અને હવે વંદે ભારત ટ્રેનને ઓરેન્જ કલરમાં જોઈ લીધી હશે. આ બંનેના રુપ અને રંગ હવે બદલાઈ ચૂક્યા છે. પરંતુ હવે કાળા ડામરના રોડ અને ગ્રે કલર જેવા આરીસીસી રોડ પણ હવે જૂના વર્ઝનના થઈ ચૂક્યા છે. હવે નવા જ રુપ રંગમાં રસ્તાઓ તમને જોવા મળી શકે છે. હિંમતનગરમાં હવે ઓરેન્જ રંગનો રોડ જોવા મળશે. હિંમતનગર શહેરમાં ડિઝાઈનર હેરિટેજ માર્ગ શહેરના મુખ્ય બજારમા તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આમ તો તમે એસટી બસ અને હવે વંદે ભારત ટ્રેનને ઓરેન્જ કલરમાં જોઈ લીધી હશે. આ બંનેના રુપ અને રંગ હવે બદલાઈ ચૂક્યા છે. પરંતુ હવે કાળા ડામરના રોડ અને ગ્રે કલર જેવા આરીસીસી રોડ પણ હવે જૂના વર્ઝનના થઈ ચૂક્યા છે. હવે નવા જ રુપ રંગમાં રસ્તાઓ તમને જોવા મળી શકે છે. હિંમતનગરમાં હવે ઓરેન્જ રંગનો રોડ જોવા મળશે. આ રોડનો રંગ હવે ચર્ચાનુ કારણ બનશે કે નહીં એ તો પછીની વાત છે, પરંતુ હવે તમને ડેકોરેટિવ રોડના નામે તમને માર્ગના કલર બદલાયેલ જરુર જોવા મળશે.

આ પણ વાંચોઃ  મોડાસામાં મોપેડ પર દારુની મોટાપાયે હેરાફેરી કરતો યુવક ઝડપાયો, 172 બોટલ જોઈ પોલીસ દંગ રહી ગઈ

હિંમતનગર શહેરમાં ડિઝાઈનર હેરિટેજ માર્ગ શહેરના મુખ્ય બજારમા તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે હિંમતનગરની કાયાપલટ કરવાનુ એક દાયકા પહેલા શરુ થયુ હતુ, એ હવે ફરીથી વિરામ બાદ શરુ થયુ છે. પહેલા તબક્કામાં કેનાલ ફ્રન્ટ મોડલ પ્રોજેક્ટના રુપમાં શરુ થયા બાદ હવે ડેકોરેટિવ રોડ સાથે મોડલ બજાર જોવા મળશે. હિંમતનગર શહેરના મુખ્ય બજારને અદ્યતન બનાવવાનો એક દાયકા જૂનો વિચાર હવે વાસ્તવિકતામાં જોવા મળી રહ્યો છે. જેને લઈ શહેરીજનોમાં ઉત્સાહ છે કે, ફરી વિકાસની ગાડી લાંબા સમય બાદ રસ્તે દોડવા લાગી છે.

કાળો નહીં કેસરીયો રોડ

શહેરની ઓળખ ટાવરથી શરુ થતા ગાંધી રોડને ધારાસભ્ય વીડી ઝાલાની દેખરેખ હેઠળ, પાલિકા દ્વારા સુંદર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રોડને એક વાર બનાવ્યા બાદ ફરીથી તેની પર ક્યારેય ખોદકામ કરવામાં આવશે નહીં. અહીં કેબલ અને પાઈપલાઈન માટે દૂરનુ વિચારી અત્યારથી જ પ્લાનીંગ કરી દેવામાં આવ્યુ છે. જે માટેની બંને સાઈડ વધારાની લાઈનો તૈયાર કરવામાં આવી છે. રોડ પરના તમામ કેબલ અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. જેમાં ટ્રેન્ચ, ડીઝાઈનર ઈલેક્ટ્રીક પોલ, ડ્રેનેજ લાઈન, વોટર લાઈન, ઈલેક્ટ્રીક કેબલ, ટેલિફોન કેબલ, કોમ્યુનિકેશન કંપનીના કેબલ, સહિત અન્ડર ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે. ડેકોરેટિવ કલર હાર્ડનર અને એડમિક્સચર વોટર કમ્પોનન્ટ સાથેના મિશ્રણથી સ્ટેમ્પ કોંક્રિટની કામગીરી દ્વારા રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

 

દોઢેક કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવનાર આ રોડનો રંગ કેસરી હશે. આ માટે હાલમાં રોડનુ કામ ચાલી રહ્યુ છે અને જેટલો રોડ તૈયાર થયો છે એ કેસરી રંગનો જોવા મળ્યો છે. રોડનો રંગ અને ટાવર ચોકનો માહોલ જોઈ આમ તો સુંદર લાગી રહ્યો છે. પરંતુ રંગને લઈ ચર્ચાનો વિષય જરુર સર્જાઈ શકે છે. ટાવર એ શહેરની ઓળખ છે અને તેનો રંગ મુખ્ય બજારના રોડ સાથે મેચિંગ હોઈ બજાર સુંદર લાગશે.

 

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 21, 2023 08:07 PM