સુપ્રીમનો ચુકાદો…બિલકિસના પરિવાર દ્વારા આવકાર, આજે અમને ‘સુપ્રીમે’ અપાવ્યો ન્યાય

author
| Edited By: | Updated on: Jan 08, 2024 | 7:00 PM

વર્ષ 2002માં રમખાણો દરમિયાન રણધીકપુરમાં બિલકિસ બાનો પર ગેંગરેપ ગુજાર્યો હતો. કોર્ટે બિલકિસ બાનો કેસમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારી હતી. ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આરોપીઓની મુક્તિનો આદેશ રદ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસના આરોપીઓની મુક્તિનો આદેશ રદ કર્યો છે. ત્યારે બિલકિસના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. દાહોદના લીમખેડાના રણધીકપુરમાં રહેતા બિલકિસના પરિવારજનોએ જણાવ્યું કે સરકાર દ્વારા દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય ખોટો હતો, પરંતુ આજે અમને સુપ્રીમ કોર્ટે ન્યાય આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 2002માં રમખાણો દરમિયાન રણધીકપુરમાં બિલકિસ બાનો પર ગેંગરેપ ગુજાર્યો હતો. કોર્ટે બિલકિસ બાનો કેસમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારી હતી. ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આરોપીઓની મુક્તિનો આદેશ રદ કર્યો છે. ચુકાદા બાદ રણધીકપુરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ પણ વાંચો બિલકિસ બાનુ કેસમાં ગુજરાત સરકારને ‘સુપ્રીમ’ ઝટકો, આરોપીઓને સજામાં અપાયેલી છુટ રદ

Published on: Jan 08, 2024 06:57 PM