Surat : રડવાના અવાજથી કંટાળીને 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનની કરી હત્યા, જુઓ Video

| Edited By: | Updated on: Jan 23, 2025 | 11:58 AM

સુરતના નાનાપુરા વિસ્તારમાં 13 વર્ષના ભાઈ ઠંડા કલેજે 1 વર્ષની બહેનની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. ભાઈએ પહેલાં ઓશિકાથી બહેનનું મોંઢું દબાવ્યું ત્યાર બાદમાં ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

સુરતમાં રુંવાટા ઉભા કરી નાખતી ઘટના સામે આવી છે. નાનાપુરા વિસ્તારમાં 13 વર્ષના ભાઈ 1 વર્ષની બહેનની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. ભાઈએ પહેલાં ઓશિકાથી બહેનનું મોંઢું દબાવ્યું, ત્યાર બાદમાં ગળું દબાવી હત્યા કરી નાખી હતી. બાળકીનું આકસ્મિક મોત થતા માતા -પિતાની પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે બાળકીનું અચાનક મૃત્યુ થયા બાદ PM કરાવતા ભાઈની કરતૂત સામે આવી છે.

13 વર્ષના ભાઈએ કરી 1 વર્ષની બહેનની હત્યા !

તબીબે મોત ગૂંગળામણથી મોત થયાનો રિપોર્ટ આપતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. પરિવારે પૂછપરછ કરતા સામે આવ્યુ કે ગુસ્સામાં માસિયાઈ ભાઈએ બાળકીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. એક વર્ષીય બહેન સતત રડતી હોવાથી કંટાળીને હત્યા કરી હતી. જો કે પોલીસે અઠવાલાઈન્સ પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધી કિશોરની અટકાયત કરી છે.

PM રિપોર્ટ આવતા કિશોરનો ભાંડો ફૂટ્યો

હકીકતમાં તેર વર્ષનો કિશોર લગભગ એક વર્ષ પહેલાં જ મુંબઈથી તેના માસીના ઘરે સુરત રહેવા આવ્યો હતો. માસીનો આખો પરિવાર હોસ્પિટલમાં કામ કરવા જતો હતો. ત્યારે 1 વર્ષની દીકરીને કિશોરને સોંપીને જતો. નાની દીકરી સતત રડતી રહેતી હોઈ માસિયાઈ ભાઈએ કંટાળીને તેની હત્યા કરી દીધી હતી.

પરિવારજનોને બાળકી એકાએક મૃત હાલતમાં મળતા પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. જેમાં ગુંગળામણથી મોત થયાનું સામે આવતા કિશોરની પૂછપરછ કરાઈ હતી. 13 વર્ષના ભાઈએ જ બહેનની હત્યા કર્યાનું સામે આવતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.