ફરી ખેડૂતોની વહારે આવ્યા કાંધલ જાડેજા, 12 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા કરી અરજી- Video

| Edited By: | Updated on: Jan 09, 2025 | 6:28 PM

ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એકવાર ખેડૂતોની વહારે આવ્યા છે અને રાણા ખીરસરા ગામે આવેલા ડેમમાંથી પાણી છોડવા માટે ધારાસભ્યે 1.40 લાખ ભરી છોડવા માટે અરજી કરી છે. જેનાથી 12 ગામના ખેડૂતોને રવિ પાક માટે પાણી મળી રહેશે.

પોરબંદરના રાણાવાવ- કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ખેડૂતોની વ્હારે આવ્યાં છે. 12 જેટલા ગામના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણી છોડવા મામલે વિરોધ કરાતા ધારાસભ્ય કાંધલ જાડેજાએ સ્વખર્ચે 1.40 લાખ રૂપિયા ભરી રાણા ખીરસરા ગામના ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડવા માટે અરજી કરી. વાળોત્રા ગામના 300 ખેડૂતોએ ડેમ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. જેથી ધારાસભ્ય કાંધલ જાડેજા, મામલતદાર સહિત તમામ લોકો ડેમ ખાતે પહોંચ્યા હતા અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ખેડૂતોને રવિ પાક માટે પાણી મળી રહે તે માટે ધારાસભ્ય કાંધલ જાડેજાએ બાંહેધરી આપી છે. ખેડૂતોના વિરોધને લઈ જિલ્લાભરની પોલીસ ડેમ ખાતે દોડી આવી હતી. જોકે વિરોધ કરતા ખેડૂતો સામે કાર્યવાહી થવાની પણ શક્યતા છે.

આ પ્રથમવાર નથી કે કાંધલ જાડેજા આ પ્રકારે તેઓ ખેડૂતોની મદદે આવ્યા હોય. આ અગાઇ પણ અનેકવાર આ પ્રકારે તેઓ ખેડૂતોની મદદ કરતા રહે છે. આ અગાઉ તેમણે ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલા ભાદર 2 ડેમમાંથી પાણી છોડવા માટે મદદનો હાથ લંબાવ્યો હતો. જેનાથી નદી કાંઠાના ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ અને માણાવદર તાલુકાના 100 જેટલા ગામોને રવિ પાક માટે સિંચાઈનો લાભ મળ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો