હવે નેતાઓ પાસે કઈ કામ નથી રહ્યું ! કેરળના ઉદ્યોગ મંત્રીએ રસ્તાના યુ-ટર્નનું ઉદ્ઘાટન કરતા થયા ટ્રોલ, જુઓ Video

| Updated on: Nov 04, 2024 | 4:42 PM

કેરળના કોચીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉદ્યોગ મંત્રી રોડ યુ-ટર્નનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.

આ વીડિયો ભારતીય જનતા યુવા મોરચાના પૂર્વ રાષ્ટ્રીય સચિવ અને કેરળમાં ભાજપના નેતા અનૂપ એન્થોની જોસેફનો છે.
અંબાલાપુઝાથી ભાજપના ઉમેદવાર એન્થોનીએ X પર વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘અહીં કેરળના ઉદ્યોગ મંત્રી પી રાજીવ કોચીમાં નવા યુ-ટર્ન રસ્તાનું ઉદ્ઘાટન કરતા જોવા મળી રહ્યા છે.’

વીડિયોમાં શું દેખાય છે?

એન્થોનીએ આગળ લખ્યું, ‘મંત્રી રિબન કાપતા જોવા મળે છે. જે સરકારમાં ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે અને ઉદ્ઘાટન માટે કોઈ નવા પ્રોજેક્ટ નથી, ત્યાં મંત્રીઓ યુ-ટર્ન અને સ્પીડ બમ્પનું ઉદ્ઘાટન કરવા બાકી છે.’

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મંત્રી કારમાંથી નીચે ઉતર્યા અને મેટ્રોના થાંભલાની નીચે રસ્તાના કિનારે લગાવેલી ‘સાવધાન ટેપ’થી બનેલી રિબન કાપી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે અનેક નેતાઓ અને પોલીસકર્મીઓ હાજર છે.

નોંધ : અહીં આપવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. Tv9 ગુજરાતી વીડિયોની પુષ્ટિ કરતું નથી.