Rajkot : હેવાનીયતની હદ વટી ! સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક, જુઓ Video
ગુજરાતમાં દિવસે દિવસે હેવાનીયતની હદ વટાવતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટમાં યુવતી પર એસિડ એટેક થયાની ઘટના બની છે. રાજકોટના સોખડા ગામે આરોપી સ્ટીલની બરણીમાં એસિડ ભરી ઘરે જઈ રહેલી મહિલા પર એટેક કર્યો હતો.
ગુજરાતમાં દિવસે દિવસે હેવાનીયતની હદ વટાવતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટમાં મહિલા પર એસિડ એટેક થયાની ઘટના બની છે. રાજકોટના સોખડા ગામે આરોપી સ્ટીલની બરણીમાં એસિડ ભરી ઘરે જઈ એક મહિલા પર એટેક કર્યો હતો. પ્રકાશ સરવૈયા નામના યુવકે મહિલા પર એસિડ ફેંક્યું હતું.
મહિલા પર એસિડ એટેક
એસિડ એટેકમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કુવાડવા રોડ પર પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. યુવકની સગાઇ જે યુવતી સાથે થઇ હતી તે એક વર્ષ પહેલા અન્ય કોઇ યુવક સાથે ભાગી ગઇ હતી. જો કે યુવક જેમણે તેની સગાઇ કરી અપાવી હતી, તેમને ત્યાં વારંવાર આવતો હતો અને ભાગી ગયેલી યુવતી અંગે પુછપરછ કરતો હતો. યુવર વારંવાર આવીને તેમને ધમકી પણ આપતો હતો. નારાજ થયેલા યુવકે આખરે જેમણે સગાઇ કરાવી આપી હતી તે પરિવારની મહિલા પર એસિડ ફેંક્યું હતું.
સોખડામાં યુવતી પર એસિડ એટેક થતા લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે. મહિલાના ઘરે જઈ અવારનવાર ભાગી ગયેલી મહિલાનું સરનામુ પુછતો હતો . કેમ યુવતીએ સગાઈ કરી હોવા છતા ભાગી ગઈ ? તેવુ કહી ધમકી આપતો હતો. ત્યારે તેને યુવતી દેખાતા સ્ટીલની બરણીમાં એસિડ લઈ જઈ એટેક કર્યો હતો.