ગીર સોમનાથને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા વિમલ ચુડાસમાએ કરી રજૂઆત, પોરબંદર-છાયા અને નડિયાદને અપાયો મનપાનો દરજ્જો- વીડિયો

| Edited By: | Updated on: Feb 29, 2024 | 10:11 PM

ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન ગઈકાલે પોરબંદર-છાયા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ હતી. જે બાદ ગીર સોમનાથને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રજૂઆત કરી છે.

રાજ્યમાં નડિયાદ અને પોરબંદરને મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત બાદ સોમનાથને પણ નગરપાલિકા જાહેર કરવાની માગ ઉઠી છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન બજેટના દિવસે જ નાણામંત્રી કનુ દેસાઈએ સુરેન્દ્રનગર- વઢવાણ, નવસારી, ગાંધીધામ, મોરબી અને વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. જે બાદ ગઈકાલે નાણામંત્રી કનુ દેસાઈ વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી છે. જેમા પોરબંદર- છાયા અને નડિયાદ નગરપાલિકાને મહાનગર પાલિકા બનાવવામાં આવશે, આ જાહેરાત બાદ સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીરસોમનાથને મહાનગરપાલિકા બનાવવાની માગ કરી છે.

ગીર સોમનાથને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા વિધાનસભામાં રજૂઆત

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ માહિતી આપી હતી કે 22 ફેબ્રુઆરીએ સોમનાથ વેરાવળ અને ભીડીયા મોટા વિસ્તારો છે. જેમને મહાનગરપાલિકામાં સમાવવામાં આવે તેવી પત્ર લખીને રજુઆત કરી હતી. હાલ ગીર સોમનાથ નગરપાલિકાના 11 વોર્ડ છે. નગરપાલિકા હોવાને કારણે સ્થાનિકોને પુરતી સુવિધા આપી શકાતી નથી તેવો પણ વિમલ ચુડાસમાએ દાવો કર્યો હતો. સોમનાથ મંદિરે વિશ્વભરમાંથી આવતા દર્શનાર્થીઓને પણ ઉભરાતી ગટરોને કારણે હાલાકીનો સામનો કરવો પડે છે. સોમનાથને મહાનગરપાલિકા બનાવી ભાલપરા ગામ, ઓજી વિસ્તાર તથા આસપાસના ગામોનો પણ સમાવેશ કરાય તેવી માગ ઉઠી છે. મુખ્યમંત્રી અને નાણાંમંત્રી સાથે મુલાકાત કરીને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રજૂઆત કરી હતી. જેમાં વિમલ ચુડાસમાને હકારાત્મક પ્રતિસાદ મળ્યાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો:  ત્રીજા ક્વાર્ટરમાં દેશનો GDP 8.4% વધ્યો, રિઝર્વ બેંક, SBI અને અન્ય વિશ્લેષકોની ધારણા ખોટી પડી

ગીર સોમનાથ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 29, 2024 10:09 PM