ગુજરાત ઉપર તોળાઈ રહ્યો છે અતિ ભારે વરસાદી સિસ્ટમનો ખતરો, 24 કલાકમાં 15 ઈંચ સુધીનો પડી શકે છે વરસાદ, જુઓ વીડિયો

|

Aug 26, 2024 | 3:50 PM

વરસાદી સિસ્ટમ મધ્ય ગુજરાત પરથી પસાર થઈ રહી છે. તેને જોતા અત્યાર સુધીમાં પડેલા વરસાદ કરતા પણ ભારે વરસાદ 36 કલાકમાં પડશે. ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ ભાવનગરથી વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ સુધી વિસ્તરેલ છે. જે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે.

બંગાળની ખાડીમાંથી ઉદભવેલ લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધીને ડિપ્રેશનમાં ફેરવાયું છે. જે ગુજરાત માટે અતિશય ભારે વરસાદ વરસાવશે, તેમ હવામાન અંગેના જાણકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 36 કલાક સુધીમાં અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, નડીયાદ, મોરબી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં અતિશય ભારે વરસાદ વરસી શકે છે.

વર્તમાન ચોમાસાની સૌથી ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક સક્રીય બની હોવાથી ગઈકાલ રવિવારથી લઈને આજે સોમવારના બપોર સુધીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જો કે છેલ્લા બે દિવસમાં અત્યાર સુધીમા જેટલો વરસાદ વરસ્યો છે તેના કરતા પણ અતિશય ભારે વરસાદ હવે પછીના 36 કલાકમાં પડશે તેમ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે.

વરસાદી સિસ્ટમ મધ્ય ગુજરાત પરથી પસાર થઈ રહી છે. તેને જોતા અત્યાર સુધીમાં પડેલા વરસાદ કરતા પણ ભારે વરસાદ 36 કલાકમાં પડશે. ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ ભાવનગરથી વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ સુધી વિસ્તરેલ છે. જે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. ત્યારે 26-27 અને 28 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેધ તાંડવ જોવા મળશે. 24 કલાકમાં 15 ઈંચ કરતા વધુ વરસાદ વરશે તેવી સ્થિતિ સર્જાશે તેમ હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ કહ્યું છે.

Next Video