SURAT : છ ફર્નિચર ઉત્પાદકો પર GST વિભાગના દરોડા, મોટી કરચોરી ઝડપાય તેવી શક્યતા
સુરતના 6 ફર્નિચર ઉત્પાદકોને ત્યાં GST વિભાગે તપાસ હાથ ધરી છે. તપાસમાં મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી શકયતા છે. શહેરના આદિનાથ ફર્નિચર, અલ્ટ્રા વિસ્તા ટ્રેંડઝ, દક્ષેશ ફર્નિચરની ઓફિસે તપાસ હાથ ધરાઈ છે.
સુરતમાં ફર્નિચર ઉત્પાદકો GSTના સકંજામાં આવ્યા છે. સુરતના 6 ફર્નિચર ઉત્પાદકોને ત્યાં GST વિભાગે તપાસ હાથ ધરી છે. તપાસમાં મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી શકયતા છે. શહેરના આદિનાથ ફર્નિચર, અલ્ટ્રા વિસ્તા ટ્રેંડઝ, દક્ષેશ ફર્નિચરની ઓફિસે તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત લાઈફ સટાઇલ ફર્નિચર, ફર્નિચર કોન્સ્પેટ અને આરએમઆર ફર્નિચરને ત્યાં પણ તપાસ શરૂ કરાઈ છે. પાકુ બિલ નહીં બનાવીને કરોડોની કરચોરી આચરાઈ હોવાની શક્યતા છે. હાલ દસ્તાવેજો, લેપટોપ વેગેરે કબજે લેવાયું છે.
સુરતમાં ફર્નિચરના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. સ્ટેટ જીએસટી વિભાગ કરચોરી શોધી કાઢવા માટે સીસ્ટમ આધારીત એનાલીસીસ થઇ રહ્યું છે. આ એનાલીસીસ દરમ્યાન ઘણા કિસ્સાઓમાં ફર્નિચર કોમોડીટીમાં ટેક્ષનું કોમ્પલાયન્સ યોગ્ય રીતે થતુ ન હોવાનું ખુલ્યું છે. તેથી સુરત ખાતેના કેટલાક વેપારી એકમો અન્વેષણ વિંગ દ્વારા કાર્યવાહી કરાઈ છે. ફર્નીચરના ઉત્પાદક – વિક્રેતાઓના વિવિધ ગૃપના શોરૂમ, ઓફીસીઝ, ગોડાઉન, ફેકટરી વગેરે સહિતના સ્થળોએ તપાસની કામગીરી થઇ રહી છે.
આદિનાથ ફર્નિચર, અલ્ટા વિસ્ટા ટ્રેડ્સ, દક્ષેશ ફર્નિચર, લાઇફ સ્ટાઇલ ફર્નિચર, ફર્નિચર કોન્સેપ્ટ અને આર એમ આર ફર્નિચર એમ 6 ગૃપોને ત્યાં તપાસની કામગીરીમાં મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ સહિતના ડીવાઇસીઝ તથા કેટલાક હિસાબી સાહિત્ય વગેરે મળી આવ્યા છે. જેની ચકાસણીની કામગીરી ચાલું છે.
આ પણ વાંચો : આશંકા : ઓમિક્રોન કેસ 2 મહિનામાં 10 લાખ સુધી પહોંચી શકે છે, એક્સપર્ટ કમેટીના ડૉક્ટરે કહ્યું સમયસર રોકવાની જરૂર છે