PM નરેન્દ્ર મોદી અંબાજીની મુલાકાતને લઈ ચૂસ્ત બંદોબસ્ત, 2000થી વધારે જવાનો ખડેપગે

PM નરેન્દ્ર મોદી અંબાજીની મુલાકાતને લઈ ચૂસ્ત બંદોબસ્ત, 2000થી વધારે જવાનો ખડેપગે

| Updated on: Oct 29, 2023 | 4:23 PM

PM Modi visit to Ambaji: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણાના ખેરાલુ પહોંચશે અને જ્યાં જાહેર સભાને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી હેલિકોપ્ટન દ્વારા ચિખલા હેલીપેડ ખાતે ઉતરનાર છે. આ માટે ભારતીય સેનાના હેલિકોપ્ટર દ્વારા ચિખલા હેલીપેડ ખાતે લેન્ડીંગ ડ્રીલ યોજવામાં આવી હતી. 

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. તારીખ 30 અને 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવનાર છે. સોમવારે અમદાવાદ પહોંચીને વડાપ્રધાન મોદી સીધા જ અંબાજી પહોંચશે. જ્યાં પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન કરશે. 1 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરેલ શ્રી યંત્રનુ લોકાર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન મહેસાણા જિલ્લાના ખેરાલુ પહોંચશે.

આ પણ વાંચોઃ ST બસ અને વંદે ભારત બાદ હવે રોડ-રસ્તાના કલર બદલાશે! કેસરી રંગનો મોર્ડન માર્ગ, જુઓ Video

વડાપ્રધાનની અંબાજીની મુલાકાતને લઈ 2 હજાર કરતા વધારે પોલીસ જવાનો સુરક્ષા બંદોબસ્ત માટે ખડેપગે રહેશે. અંબાજીમાં વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચિખલા હેલીપેડ ખાતે ભારતીય સેનાના હેલિકોપ્ટર દ્વારા લેન્ડીંગ ડ્રીલ યોજવામાં આવી હતી.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 29, 2023 02:55 PM