મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી, જુઓ વીડિયો

|

Jul 07, 2024 | 12:04 PM

મોડાસા શહેરમાં ભગવાનની રથયાત્રા નિકળી હતી. રથયાત્રાને પ્રસ્થાન દેવરાજ ધામના મહંત ધનગીરીજીએ બાલકનાથજી મંદિરથી કરાવ્યું હતુ. યાત્રા દરમિયાન સાડા ત્રણસો કિલો જાંમું અને ફણગાવેલ મગનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

મોડાસા શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. સવારે સાડા દશ વાગ્યે બાલકનાથજી મંદિરથી રથયાત્રા નગરચર્યાએ નિકળી હતી. 8 કિલોમીટર લાંબા રુટ પર નિકળનારી રથયાત્રાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી. ભગવાનનું મામેરું ઓઘારી મંદિર ખાતે ભરવામાં આવ્યું હતુ. જેનું આયોજન હિંગળાજ ભજન મંડળ અને આનંદના ગરબા તરફથી કરવામાં આવ્યું હતુ.

રથયાત્રા સમિતિ દ્વારા ભવ્ય યાત્રા માટે ઉત્સાહભેર તૈયારીઓ કરવામાં આવી હતી. જે મુજબ મોડાસા શહેરમાં ભગવાનની રથયાત્રા નિકળી હતી. રથયાત્રાને પ્રસ્થાન દેવરાજ ધામના મહંત ધનગીરીજીએ બાલકનાથજી મંદિરથી કરાવ્યું હતુ. યાત્રા દરમિયાન સાડા ત્રણસો કિલો જાંમું અને ફણગાવેલ મગનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો:  ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:03 pm, Sun, 7 July 24

Next Video