આજનું હવામાન : ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી ! હવામાન વિભાગે રાજકોટમાં જાહેર કર્યું યેલો એલર્ટ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડશે. તેમજ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર આસપાસ રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડશે. તેમજ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર આસપાસ રહે તેવી સંભાવના છે. ગુજરાતમાં બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજકોટમાં કોલ્ડ વેવનું યેલો એલર્ટ જાહેર કર્યું છે.
ઠંડા અને સૂકા પવનનોને પગલે વધશે ઠંડીનું જોર
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના ભાગોમાં હાડથીજવતી ઠંડી પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલમાં કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. તેમજ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજકોટના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે. જ્યારે 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. ન્યૂનતમ તાપમાન વધવાથી જામનગરના ભાગોમાં ઠંડી વધી શકે છે.
Published on: Dec 13, 2024 08:04 AM