Surat : બોરસરા નજીક આવેલા યાર્નના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, લાખો રુપિયાનો માલ બળીને ખાખ, જુઓ Video
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટનામાં વધારો થાય છે. ત્યારે સુરતમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. સુરતના બોરસરા પાટિયા નજીક આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટનામાં વધારો થાય છે. ત્યારે સુરતમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. સુરતના બોરસરા પાટિયા નજીક આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જેના ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો છે. યાર્ન સંગ્રહિત કરેલા ગોડાઉનમાં આગ લાગી હતી. આગને પગલે સમગ્ર ગોડાઉન બળીને ખાખ થયો છે. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોડાઉન માલિકને 20-22 લાખનું નુકસાન થયું છે.
બેકરી અને ડ્રાયફ્રૂટની દુકાનમાં લાગી ભીષણ
બીજી તરફ આ અગાઉ સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે આગ લાગવાની ઘટના બની હતી. વહેલી સવારે દુકાનમાં આગ લાગી હતી. બેકરી અને ડ્રાયફ્રૂટની દુકાનમાં ભીષણ આગ લાગતા બંને દુકાનો બળીને ખાક થઈ જતા લાખો લોકોનું નુકસાન થયું છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતુ. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.