જુનાગઢ: ચોરવાડના યુવકની આત્મહત્યા મુદ્દે ફોરેન્સિક રિપોર્ટમાં ખૂલાસો, ગળાફાંસો ખાવાથી થયુ મોત- જુઓ વીડિયો

| Updated on: Oct 31, 2023 | 11:57 PM

જુનાગઢ: ચોરવાડમાં યુવકની આત્મહત્યામાં ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખૂલાસો થયો છે. યુવકનુ ગળાફાંસો ખાવાથી મોત થયુ હોવાનો ખૂલાસો થયો છે. તો બીજી તરફ યુવકનો છેલ્લા બે વર્ષથી તેના માતાપિતા કે ભાઈ સાથે કોઈ સંબંધ ન હોવાનુ પણ તપાસમાં સામે આવ્યુ છે. જો કે યુવકે ગળાફાંસો ખાધો કે ગળાફાંસો આપવામાં આવ્યો તેને લઈને કોઈ સ્પષ્ટતા થઈ નથી

જુનાગઢ: ચોરવાડમાં યુવકના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ફોરેન્સિક રિપોર્ટમાં ગળાફાંસો ખાવાથી મોત થયુ હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહિં છેલ્લા 2 વર્ષથી માતા-પિતા અને ભાઈ સાથે સંબંધ ન હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે 29 ઓક્ટોબરે યુવકનું મોત થયું હતું. જે પહેલા તેણે એક સુસાઈડ નોટ લખી તેની પત્નીને વોટ્સએપમાં મોકલી હતી. સુસાઈડ પહેલા યુવકે પત્નીને વીડિયો કોલ પણ કર્યો હતો. સુસાઈડ નોટમાં કોંગ્રેસના MLA વિમલ ચુડાસમાના ઉલ્લેખ નામનો હતો.

આ પણ વાંચો: સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવવા માટે JCBની મદદ લેવી પડી, MLA એ જબરો રસ્તો નિકાળ્યો!

પોલીસે મૃતક અને મૃતકની પત્નીના મોબાઈલ FSLમાં મોકલ્યા

હાલ પોલીસે પોલીસે પત્ની અને મૃતકનો મોબાઈલ કબજે કર્યો અને બન્ને કબજે લેવાયેલા મોબાઈલને FSLમાં મોકલાયા છે. ત્યારે હવે યુવાનના મોતનું રહસ્ય ઘૂટાયું છે. ફોરેન્સિક રિપોર્ટમાં ગળાફાંસો આવતા મોત થયાનું સામે આવ્યું છે. ત્યારે યુવકને ગળેફાંસો આપી હત્યા કરાઈ છે કે યુવકે આત્મહત્યા કરી ? તે સવાલ રહસ્ય ઘેરુ બન્યુ છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 31, 2023 11:42 PM