Gujarat Video: સિહોરના ભાણગઢનો સંપર્ક કપાયો, નદીના ધસમસતા પ્રવાહમાં કોઝ-વે ધોવાયો
Bhavnagar: સિહોરના ભાણગઢ સહિતના વિસ્તારમાં ભારે વરસાદને લઈ પાણી કોઝ-વે પર ફરી વળવાને લઈ સ્થાનિકોને અવરજવર કરવાની સમસ્યા સર્જાઈ હતી. કાળુભાર અને રંઘોળી નદીમાં નવા પાણી આવ્યા હતા.
ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. સિહોર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સિહોરના ભાણગઢ સહિતના વિસ્તારમાં ભારે વરસાદને લઈ પાણી કોઝ-વે પર ફરી વળવાને લઈ સ્થાનિકોને અવરજવર કરવાની સમસ્યા સર્જાઈ હતી. કાળુભાર અને રંધોળી નદીમાં નવા પાણી આવ્યા હતા.નદીનો પ્રવાહ ધસમસતો વહ્યો હતો.
ધસમસતા પ્રવાહને લઈ ભાણગઢ ગામે જવાના માર્ગ પરના કોઝ-વે પાણીમાં ધોવાઈ ગયો હતો. ભાણગઢ ગામના લોકોનો સંપર્ક તૂટી જવા પામ્યો છે અને ગામના લોકોએ ગામમાં જ રહેવા માટે મજબૂર રહેવુ પડ્યુ છે. ભાણગઢ ગામનો આ કોઝ-વે ગત વર્ષે જ નિર્માણ કરવામાં આવ્યો હતો.આમ એક જ વર્ષમાં કોઝ-પાણીમાં તૂટી જવા પામ્યો છે.
આ પણ વાંચોઃ National Highway: ચિલોડા-શામળાજી નેશનલ હાઈવે પર નવા ઓવરબ્રિઝ ચોમાસાની શરુઆતે ધોવાયા, ખાડા પડતા રસ્તો જોખમી બન્યો!
ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 12, 2023 05:49 PM