દીપડો અને સિંહને ક્યારેય જોયા છે એકસાથે? ગીરનાર સફારીમાં સામે આવ્યા દુર્લભ દૃશ્યો, જુઓ વીડિયો
જુનાગઢમાં ગીરનાર સફારીમાં વન્ય પ્રાણીઓના ક્યારેક એવા દુર્લભ દૃશ્યો સામે આવે છે કે બે ઘડી તો આપને આપની આંખ પર વિશ્વાસ ન બેસે. કંઈક આવુ જ દૃશ્ય ગીરનાર સફારીમાં જોવા મળ્યુ. જ્યાં સિંહ અને દીપડો એકસાથે જોવા મળ્યા. દીપડો ઝાડ પર તો વનરાજા ઝાડની નીચે...
જુનાગઢમાં ગીરનાર સફારીના એવા અદ્દભૂત દૃશ્યો સામે આવ્યા છે કે જ્યાં દીપડો અને સિંહ બંને એકસાથે જોવા મળ્યા. જંગલ વિસ્તારમાં વનરાજા ઝાડ નીચે બેસેલા જોવા મળ્યા. તો જંગલના રાજા સિંહથી ડરીને દીપડો ઝાડ પર ચડી ગયો હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. એક રીતે તો દીપડો પણ ઘણો ચપળ અને તાકાતવર પ્રાણી ગણાય છે. જો કે સામે જંગલનો રાજા સિંહ હોય તો ગમે તેવા દીપડાનું તેની સામે શું ગજુ..
દીપડો પોતાના કરતા બમણા વજન સાથે ઝાડ પર ચડી શકે છે. તેનામાં ઘણી સ્ફૂર્તિ હોય છે. જો કે અહીં જે દ્રશ્યો જોવા મળ્યા તે સિંહથી ડરીને દીપડો ઝાડ પર ચઢી ગયો. કેટલાંક સિંહ દીપડાના શિકારની રાહ જોઇને નીચે બેઠા હતા. પરંતુ દીપડો ઝાડ નીચે ન ઉતર્યો. અંતે કંટાળી ગયા બાદ સિંહ જંગલ તરફ રવાના થયા. જેવા સિંહ ગયા કે તરત દીપડો ઝાડ પરથી નીચે ઉતરીને ભાગ્યો હતો.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો