વીડિયો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમળનું નિશાન દોરી લોકસભા ચૂંટણી કેમ્પેઇનની કરી શરૂઆત, ‘ફરી એકવાર, મોદી સરકાર’ ઝુંબેશનો પ્રારંભ

| Edited By: | Updated on: Jan 16, 2024 | 1:25 PM

ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ થયા છે.ગુજરાત ભાજપે લોકસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી છે.ભાજપનું કેમ્પેઇન ‘ફરી એકવાર, મોદી સરકાર’નો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એસ.જી.હાઇવે વિસ્તારમાં કમળનું નિશાન દોરી લોકસભા ચૂંટણી કેમ્પેઇનનો પ્રારંભ કરાવ્યો છે.

લોકસભા ચૂંટણી 2024 હવે ખૂબ જ નજીકમાં છે, ત્યારે ગુજરાતમાં ભાજપ ખૂબ જ સક્રિય થયુ છે.આ સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકસભા ચૂંટણી કેમ્પેઇનની શરૂઆત કરાવી છે. કમળનું નિશાન દોરી લોકસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરાવ્યો છે.

ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ થયા છે.ગુજરાત ભાજપે લોકસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી છે.ભાજપનું કેમ્પેઇન ‘ફરી એકવાર, મોદી સરકાર’નો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એસ.જી.હાઇવે વિસ્તારમાં કમળનું નિશાન દોરી લોકસભા ચૂંટણી કેમ્પેઇનનો પ્રારંભ કરાવ્યો છે. મોદીની ગેરંટની નામે આ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યુ છે. આજથી સમગ્ર ગુજરાતમાં આ કેમ્પેઇન શરુ થવાનું છે.

આ સાથે જ લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં બેઠકોનો દોર પણ શરુ થઇ ગયો છે. જવાબદારીઓની વહેંચણી પણ શરુ કરી દેવામાં આવી છે. આમ તો ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ભાજપ સતત તેમના સંગઠન સાથે સતત સંપર્કમાં રહેતુ હોય છે.સતત પાંચ વર્ષ તે સક્રિય જ રહેતુ હોય છે. ચૂંટણી પહેલા પણ તે હંમેશા સજ્જ જ હોય છે.

આ પણ વાંચો-જૂનાગઢ : રખડતા ઢોરના કારણે કારનો ગંભીર અકસ્માત, રોડ સાઇડમાં ઉભેલા લોકો માંડ બચ્યા, જુઓ વીડિયો

ભાજપ પાસે મુદ્દા પણ હોય છે, વિકાસની વાતો પણ હોય છે. તેમના પાસે નવા આઇડિયા પણ હોય છે, જેની સાથે તેઓ જનતા વચ્ચે જતા હોય છે, ત્યારે હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના લોકસભા ચૂંટણીના કેમ્પેઇનની શરુઆત કરાવ્યા બાદ ગુજરાતમાં ભાજપ એક્ટિવ મોડ પર જોવા મળશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો