Narmada News : ગરૂડેશ્વરમાં ધોધાર વરસાદ ખાબક્તા જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 10, 2024 | 3:18 PM

ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે નર્મદાના ગરૂડેશ્વરમાં ધોધાર વરસાદ ખાબક્તા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લીમખેતર ગામની ખાડીમાં પાણી આવી જતા હાલાકીનો સામનો કરવા પડ્યા છે. ખાડીમાં પાણી ફરી વળતા 3 ગામનો સંપર્ક તૂટ્યો છે.

ખાડીમાં નિર્માણ થતા પુલની કામગીરીમાં વિલંબના કારણે હાલાકીનો સામનો કરવા મજબૂર થયા છે. લોકોને ખાડા પાર કરીને પસાર થવુ પડે છે. બ્રિજની કામગીરી જલદી થાય તો લોકોને રાહત મળી શકે છે.

પાલનપુરમાં 2 કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

બીજી તરફ બનાસકાંઠામાં 3 દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે પાલનપુરમાં 2 કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. પાલનપુરના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસનની ભીંતિ છે.પાલનપુર વિસ્તારોમાં ભારે વરસાદ પડતા ખેતરોમાં પાક કોહવાશે તેવુ ખેડૂતોનું કહેવુ છે. બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા મગફળી, બાજરી અને ઘાસચારા સહિતના પાક નુકસાન થઈ શકે છે.