લો બોલો ! કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ, જુઓ Video
દાહોદના ભાટીવાડા ગામની જાન MPના જાલાપાડા ગામે ગઈ હતી. બાઈક પર આવેલા અજાણ શખ્સોએ બોરડી પાસે જાનને રોકી કન્યાને ઉપાડી ગયા હોવાની ઘટના બની છે. જો કે કન્યાનું અપહરણ ક્યાં કારણોસર થયુ છે તેની માહિતી પ્રાપ્ત થઈ નથી.
દાહોદનો પરિવાર MPથી લગ્ન પતાવી પરત આવતી જાનમાંથી ક્ન્યાનું અપહરણ થયુ હોવાનું સામે આવ્યુ છે. દાહોદના ભાટીવાડા ગામની જાન MPના જાલાપાડા ગામે ગઈ હતી. જે પછી તે પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઈક પર આવેલા અજાણ શખ્સોએ બોરડી પાસે જાનને રોકી કન્યાને ઉપાડી ગયા હોવાની ઘટના બની છે.
જો કે કન્યાનું અપહરણ ક્યાં કારણોસર થયુ છે તેની માહિતી પ્રાપ્ત થઈ નથી. કન્યાના અપહરણની ઘટનાના પગલે પોલીસ સ્થળ તપાસ કરી વધુ કાર્યવાહી આગળ ધપાવી છે. પરંતુ આ પ્રકારની ઘટના બનતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જાનમાં ગયેલા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે.
આ પણ વાંચો : Video : ભીષણ ગરમી બની જીવલેણ ! ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત