48 કલાકમાં એર ઈન્ડિયા અને ઈંડિગોની 10 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જુઓ Video

|

Oct 16, 2024 | 9:17 AM

એર ઈન્ડિયા અને ઈન્ડિગોની 10 ફ્લાઈટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. જે પછી દિલ્હી-શિકાગો ફ્લાઈટ કેનેડા તરફ ડાયવર્ટ કરાઇ છે. જયપુર-અયોધ્યા ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા છે. સિંગાપોરમાં ધમકી બાદ ઈમરજન્સી લેન્ડિંગ થઇ છે. સોશિયલ મીડિયામાં xના એકાઉન્ટ પરથી ધમકી અપાઈ હતી.

સુરક્ષા એજન્સીઓ દ્વારા  અલગ-અલગ એરપોર્ટ પર તપાસ કરાઇ રહી છે. લંડન સહિત અન્ય દેશથી ધમકી મળી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ધમકી બાદ એકાઉન્ટને બ્લોક કરવામાં આવ્યુ છે. તંત્ર એલર્ટ પર છે.

છેલ્લા 48 કલાકમાં 10 ફ્લાઈટમાં બોમ્બની ધમકીના મામલાને ગંભીર ગણીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આદે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ બોમ્બની ધમકીને લઈને એક સુરક્ષા બેઠક યોજી હતી, જેમાં ઉડ્ડયન સંબંધિત સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો. સુરક્ષા એજન્સીઓને ટાંકીને એ પણ સામે આવ્યું છે કે જે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પ્લેનમાં બોમ્બ હોવાની અફવા ફેલાવવામાં આવી હતી તે એકાઉન્ટને બ્લોક કરી દેવાયો છે.,.અને હાલ તેની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓને સોશિયલ મીડિયા દ્વારા મળેલી આવી કેટલીક ધમકીઓ લંડન સહિત અન્ય કેટલાક દેશો સાથે સંબંધિત છે.

Next Video