Video : ભીષણ ગરમી બની જીવલેણ ! ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત

|

May 20, 2024 | 11:54 AM

ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે હીટવેવની અસર પણ લોકોમાં જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતના એક જિલ્લામાંથી છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.

ઉનાળાની આકરી ગરમી વડોદરાવાસીઓ માટે જીવલેણ સાબિત થઇ રહી છે. વડોદરાની સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટનો દાવો છે કે છેલ્લા 24 કલાકમાં શહેરમાં ગરમીના કારણે હાર્ટ એટેકથી 10 લોકોના મોત થયા છે. સ્થિતિને જોતા ડૉ.રંજન ઐયરે નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

આ સાથે જ વૃદ્ધો અને બાળકોની ખાસ તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ડૉ.રંજન ઐયરે બપોરે ઘરથી બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરી છે. આ સાથે જ સુતરાઉ કપડા પહેરવા માટે પણ જાહેરાત કરી છે. દર કલાકે 800 મિલી પાણી પીવાની નાગરિકોને અપીલ કરી છે.

વડોદરામાં 500થી વધારે લોકોને હીટવેવની અસર

વડોદરામાં અત્યાર સુધી 500થી વધુ લોકોને હીટવેવની અસર જોવા મળી છે.હીટવેવના પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી, ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે. જો કે સતત 108 એમ્બ્યુલન્સને કોલ મળી રહ્યાં છે.

ગુજરાતના 10 શહેરમાં અગનભઠ્ઠીમાં શેકાયા

ગુજરાતના 10 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર નોંધાયુ છે. સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ગઈકાલે સવારના સાત વાગ્યાથી જ તાપમાનનો પારો 33 ડિગ્રીને પાર નોંધાયો હતો. જો કે અનેક શહેરોમાં મોડી રાત સુધી ગરમ પવન ફૂંકાયો છે.

( વીથ ઈનપુટ – અંજલી ઔઝા ) 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video