Jamnagar : જી.જી. હોસ્પિટલ ફરી વિવાદમાં, માનસિક વિભાગના વોર્ડમાં એક મહિલાનું અન્ય દર્દીએ ગળુ દબાવતા મોત થયાનો આક્ષેપ

| Edited By: | Updated on: Dec 19, 2022 | 9:04 AM

મૃતક મહિલાના પતિનો આક્ષેપ છે કે માનસિક વિભાગમાં અન્ય મહિલા સાથે તેમની પત્નીનો ઝઘડો થયો હતો અન્ય મહિલા દર્દીએ તેમની પત્નીનું ગળુ દબાવતા મોત થયું છે.

જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી એક મહિલાનું શંકાસ્પદ મોત થયું છે. માનસિક વિભાગના વોર્ડમાં સારવાર લઇ રહેલી મહિલાનું રહસ્યમય મોત થતાં હોસ્પિટલ વિવાદમાં આવી છે. મૃતક મહિલાના પતિનો આક્ષેપ છે કે માનસિક વિભાગમાં અન્ય મહિલા સાથે તેમની પત્નીનો ઝઘડો થયો હતો અન્ય મહિલા દર્દીએ તેમની પત્નીનું ગળુ દબાવતા મોત થયું છે. હાલ તો પોલીસે મૃતક મહિલાના પતિના નિવેદનને આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી મહિલાનું શંકાસ્પદ મોત

આ અગાઉ જામનગરની જીજી હોસ્પિટલમાં સુપરવાઈઝર અને કોન્ટ્રાટકર પર શારીરિક શોષણ કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલાના પડઘા ગાંધીનગરમાં પડયા હતા. અને સમગ્ર કેસની તપાસ માટે એક સમિતી રચવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હાલ જી.જી હોસ્પિટલ વિવાદમાં આવી છે.

Published on: Dec 19, 2022 09:02 AM