Ahmedabad : પરિમલ ગાર્ડન પાસેના પૌંઆ હાઉસના પૌંઆમાંથી ઈયળ નીકળતી હોવાનો વીડિયો વાયરલ

| Edited By: | Updated on: Aug 22, 2021 | 9:51 PM

જેમાં વહેલી સવારે પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે આવેલા પ્રખ્યાત પૌંઆ હાઉસમાં પૌંઆ ખાવા ગયેલા વ્યકિતના પૌંઆની પ્લેટમાંથી જીવતી ઈયળ નીકળી હતી.

અમદાવાદ શહેરનાં પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે આવેલા પ્રખ્યાત પૌંઆ હાઉસમાં આપવામાં આવતા પૌંઆમાંથી ઈયળ નીકળતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં વહેલી સવારે પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે આવેલા પ્રખ્યાત પૌંઆ હાઉસમાં પૌંઆ ખાવા ગયેલા વ્યકિતના પૌંઆની પ્લેટમાંથી જીવતી ઈયળ નીકળી હતી.

આ ઈયળ જોતા જ તેણે ત્યાં કામ કરતા વ્યક્તિને જાણ કરી હતી અને વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો. જોકે સવાલ એ થાય છે કે અત્યાર સુધીમાં તહેવારો પહેલા ચેકિંગ કરવાની જરૂર હોવા છતાં કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ શા માટે ક્યાંય ચેકિંગ કરવા નથી ગઈ અને જો તપાસ કરી હોય તો તેની વિગતો કેમ આપવામાં નથી આવી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક સ્થળોએ સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. તેમજ લોકોના આરોગ્યની કાળજી લેવા માટે ઝોન વાઇસ ખાણી પીણીના સ્ટોલ અને દુકાનો પર તપાસ પણ કરવામાં આવે છે . તેમજ જે સ્થળે ગંદકી જોવા મળે તે સ્થળ પર જ નોટિસ આપીને દંડ પણ વસૂલ કરવામાં આવતો હોય છે.

જો કે તેમ છતાં અનેક સ્થળો મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાના કિસ્સા પણ સામે આવતા હોય છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે પરિમલ ગાર્ડન આગળ  આવેલ આ નાસ્તા  હાઉસમાં લોકો નાસ્તો કરતાં જોવા મળે છે.  પરિમલ ગાર્ડનની આસપાસ  મોટી સંખ્યામાં નાસ્તા નાસ્તાના અલગ અલગ  સ્ટોલ પણ જોવા મળે છે.

આ પણ વાંચો : Weight Loss: વજન ઘટાડવા માટે લાઇફસ્ટાઇલમાં કરો આ બદલાવ અને રહો ફિટ

આ પણ વાંચો : રાજ કુન્દ્રા વિવાદ વચ્ચે Shilpa Shetty એ કરી પોસ્ટ, કહ્યું કોઈ પણ તાકાત કોઈ મહિલાનાં નિશ્ચયને ડગાવી નથી શકતું