Monsoon 2022: આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છેઃ હવામાન વિભાગની આગાહી

|

Jul 12, 2022 | 5:43 PM

અમદાવાદમાં પણ 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર અને દાહોદમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાત (Gujarat) માં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ (Rain) ની આગાહી છે. હવામાન વિભાગે (Meteorological Department) જાહેર કરેલી આગાહી પ્રમાણે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આગાહી પ્રમાણે મોરબી, દ્વારકા, દાહોદ,પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં 65 ટકા વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં 94 ટકા વરસાદ નોંધાયો છે. મહેસાણા, ગાંધીનગર અને દાહોદમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તો અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની આશંકા છે. રાજ્યમાં 15 જુલાઈ પછી વરસાદથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્ય સરકારે ભારે વરસાદની આગાહીને પગલે NDRF, SDRF અને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા તાકીદ કરી છે. તો વધુ વરસાદ પડે ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવા આદેશ કરાયો છે.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો ગુજરાતના કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર,દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, બોટાદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Published On - 1:43 pm, Tue, 12 July 22

Next Video