આજનું હવામાન : ગુજરાત બનશે ઠંડુગાર ! આ જિલ્લાઓમાં શીતલહેર મચાવી શકે છે કહેર, જુઓ Video

| Updated on: Dec 10, 2024 | 7:43 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ શીતલહેર કહેર મચાવી શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ શીતલહેર કહેર મચાવી શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં આગામી સાત દિવસ શુષ્ક વાતાવરણ રહેશે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જે પછી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતાઓ નથી.

હવે ગુજરાત થશે ઠંડુગાર !

ઠંડીના ચમકારા વચ્ચે હવમાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર-પાંચ દિવસ તાપમાન હજુ નીચું જઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પહાડી પવનોને લીધે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ તાપમાન ઘટી શકે છે. આગામી બે દિવસ વધુ ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના છે.

ડિસેમ્બરમાં શીતલહેરની આગાહી

અમદાવાદમાં પવનની ગતિ ખુબ જ વધારે જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગની માનવું છે કે આગામી 2થી 3 દિવસ સુધી અમદાવાદમાં પવનની ગતિ વધારે જ રહેશે. ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે પહાડી વિસ્તારોમાંથી ઠંડા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે.જેના કારણે હાલ સમગ્ર ગુજરાત ઠંડુગાર બન્યું છે.અને આગામી 3 દિવસ સુધી આવી જ સ્થિતિ જોવા મળી શકે.