રાજકોટમાં વિદ્યાર્થિનીના મોત બાદ શિક્ષણ વિભાગને બ્રહ્મજ્ઞાન ! શાળાના સમયમાં ફેરફાર કરવા શાળાના આચાર્યોને સૂચના

| Edited By: | Updated on: Jan 19, 2023 | 8:48 AM

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાને આદેશ કર્યો છે. વિદ્યાર્થીઓ મનફાવે તેવું સ્વેટર અને જેકેટ ઘરેથી પહેરી શાળામાં જઈ શકશે. ઠંડીના કારણે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે શાળાના સમયમાં ફેરફાર કરવા પણ આદેશ કર્યો છે

રાજકોટમાં વિદ્યાર્થિનીના મોત બાદ રાજય સરકાર હરકતમાં આવ્યું છે, ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાને આદેશ કર્યો છે. વિદ્યાર્થીઓ મનફાવે તેવું સ્વેટર અને જેકેટ ઘરેથી પહેરી શાળામાં જઈ શકશે. ઠંડીના કારણે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે શાળાના સમયમાં ફેરફાર કરવા પણ આદેશ કર્યો છે. બાળકોના આરોગ્યના હિતમાં સવારની પાળીની શાળાના સમયમાં ફેરફાર કરવા શાળાના આચાર્યોને સૂચના આપી છે.

શાળાના સમયમાં ફેરફાર કરવા શાળાના આચાર્યોને સૂચના

તો કડકડતી ઠંડીને લઈને જનજીવન પણ ઠુંઠવાઈ રહ્યું છે, ત્યારે ઉપલેટાના સેવંત્રા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઓરડાના અભાવે ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળામાં ઓરડાની ઘટને લઇને અનેકવાર શિક્ષણ વિભાગને લેખિત, મૌખિક રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું કોઇ નિરાકરણ આવતુ નથી. સ્થાનિકો મુજબ છેલ્લા દોઢેક વર્ષથી વિદ્યાર્થીઓ દરેક સિઝનમાં ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોની સાથે પૂર્વ ધારાસભ્યએ પણ સેવંત્રાની સાથેસાથે 12 અન્ય સરકારી શાળામાં ઓરડાની ઘટ હોવાનું જણાવ્યું છે.તો આ તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ દાવો કર્યો છે કે બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરાવવાની રજૂઆત સત્યથી વિપરિત છે. શાળાના નવનિર્માણની કામગીરી ચાલી રહી હોવાથી બે વર્ગખંડ અને એક હોલમાં શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે.

Published on: Jan 19, 2023 08:15 AM